Gujaratના દરિયાકિનારા પર આવતા માદક પદાર્થો ક્યાં પહોંચે છે? કેન્દ્ર સરકારના આ આંકડા તમને ચોંકાવી દેશે!


  • Published By :
  • Published Date : 2023-08-11 12:32:48

ગુજરાતના દરિયા કિનારે બંદરો મારફતે ડ્રગ્સ આવે છે એ વાતને ગુજરાત પોલીસ કે બીજી કોઈ કેન્દ્રની મોટી સંસ્થાઓ નકારી ન શકે. હવે ગુજરાતમાં આવે છે તો ત્યાંથી ક્યાંક જતું તો હશે ને તો પહેલા ક્યાં જતું હતું એ ખબર ન હતી પણ હવે ગુજરાતમાં ને ગુજરાતમાં જ ડ્રગ્સનું સેવન કરવામાં આવી રહ્યું છે. એક આંકડો સામે આવ્યો છે કે ગુજરાતમાં લગભગ 20 લાખ લોકો ડ્રગ્સ લે છે. 


ગુજરાતમાં 20 લાખ લોકો ડ્રગ્સ લે છે!

કેન્દ્રના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા ડ્રગ્સ મામલે આ અહેવાલ જાહેર કર્યો છે. એનડીડીટીસી એઈમ્સ મારફતે આ અહેવાલ બનાવવામાં આવ્યો હતો અને પછી મંત્રાલય દ્વારા પણ મદદ કરવામાં આવી હતી. જેમાં ડ્રગ્સ મામલે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ગુજરાતમાં 20 લાખ લોકો ડ્રગ્સ લે છે એમાં 11.75 લાખ લોકો ગાંજો અને અફિણ લે છે. અફિણમાં પણ વિભાજન કરીએ તો 10.27 લાખ પુરુષો અને 1.48 લાખ મહિલાઓ અફિણનું સેવન કરે છે. ગાંજાની વાત કરીએ તો 2.36 લાખ પુરુષો અને 1.49 લાખ મહિલાઓ ગાંજો ફૂંકે છે. આ આંકડાઓ સમજીએ તો સંખ્યાના આધારે ચોખ્ખી ખબર પડે છે કે ગુજરાતમાં ગાંજો ઓછો ફૂંકાય છે પણ તેની સરખામણીએ અફિણ વધારે પીવાય છે. 


સરહદ પરથી સુરક્ષા બળોએ પકડી પાડ્યું ડ્રગ્સ 

એક ચમચી એક ડ્રગ્સની કિંમત પણ લાખો રૂપિયામાં હોય છે તો વિચાર કરો ચાર વર્ષમાં કચ્છની સરહદ પર 200 કિલો ગ્રામ ડ્રગ્સ ભારત પાકિસ્તાનની સરહદ પરથી સરહદ સુરક્ષા દળે પકડી પાડ્યું છે. આ આંકડાઓની વાત કરીએ તો 2020માં 69 કિલોગ્રામ, 2021માં 31 કિલોગ્રામ, 2022માં 65 કિલોગ્રામ અને આ વર્ષે જૂન સુધીમાં 36 કિલોગ્રામ ચરસ બોર્ડર સિક્યોરિટી ફોર્સે પકડી લીધું છે. હેરોઈનની વાત કરીએ તો કચ્છની સરહદ પર 2021માં 1 કિલોગ્રામ, 2022માં 49 કિલોગ્રામ અને 2023માં 6 કિલોગ્રામ હેરોઈન પકડી લેવામાં આવ્યું છે. 


ગુજરાતમાં આટલા લાખ લોકો કરે છે સિડેટિવનું સેવન 

અંગ્રેજીમાં એક શબ્દ છે જેનું નામ છે સિડેટિવ. આ શબ્દનો અર્થ થાય છે કે એવી વસ્તુ જે તમારી મગજની કામગીરીને સાવ ઢીલું ઢપ્પ કરી દે છે. આ સિડેટિવ્સનો સ્વાદ પણ ગુજરાતના લોકો કાઠિયાવાડી થાળીની જેમ માણે છે. ગુજરાતમાં 6.59 લાખ પુરુષો અને 33 હજાર મહિલાઓ સિડેટિવ્સનું સેવન કરે છે. આનો મતલબ એવો થાય છે કે ગુજરાતમાં સૌથી બીજા નંબરનું મનપસંદ માદક પદાર્થ હોય તો એ સિડેટિવ્સ છે. આમ ત્રીજા નંબરનું સૌથી વધુ માદક પદાર્થનું સેવન થતું હોય તો એ ગાંજો છે. ગુજરાતમાં 2.36 લાખ પૂરુષો ગાંજાની જોઈન્ટ લગાવે છે અને દોઢ લાખ મહિલાઓ પણ ગાંજો ફૂંકે છે. ગુજરાતમાં સૌથી વધારે અફિણ, પછી સીડેટિવ્સ, પછી ગાંજો, પછી હેલ્લુસિનોજેન્સ, એટીએસ, ઈન્હેલન્ટ્સ અને કોકેઈન પણ માણવામાં આવે છે. અને આ બધા આંકડા ખુદ કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના 2018ના અહેવાલના છે. 


દરિયાકિનારાથી ગુજરાતમાં પહોંચતા માદક પદાર્થને આવતા રોકવા જરૂરી

ટૂંકમાં અમારે આ સંદેશ આપવો છે કે દરિયાકિનારાથી પહોંચતો માદક પદાર્થ હવે ગુજરાતના યુવાનો પણ માણી રહ્યા છે જે આપણા માટે એક ગંભીર બાબત છે કારણ કે એક સમયે અંગ્રેજોએ ચીનવાળાઓને અફિણ પીવડાવી પીવડાવીને ખલાસ કરી દીધું હતું. આનાઆના કારણે ચીનને ભારે ફટકો પડ્યો હતો આપણને આમ ન સમજાય પણ આ બધી વસ્તુની અસર અર્થતંત્ર પર પડે છે. લોકો કામ જ નહીં કરે અને ગાંજો ફૂંકે રાખશે કે ડ્રગ્સ લીધે રાખશે તો ગુજરાત અને દેશ બરબાદ થઈ જશે.




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.