લોકો જીવે કે મરે ભાજપની શાનમાં કોઈ કમી ન રહેવી જોઈએ - આમ આદમી પાર્ટી


  • Published By :
  • Published Date : 2022-11-01 10:23:40

એક બાજુ મોરબીમાં જ્યાં લોકો પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે તો બીજી તરફ તંત્ર વડાપ્રધાનના આગમનની તૈયારીમાં લાગી ગયું છે. લોકોને મદદ કરવાને બદલે મોરબી સિવિલ હોસ્પિટલમાં રંગ કામ કરવામાં આવી રહ્યું છે. કારણ કે આ હોસ્પિટલની મુલાકાત વડાપ્રધાન લેવાના છે. થોડા કલાકો પહેલા જે હોસ્પિટલ બ્લેક એન્ડ વ્યાઈટમાં દેખાતું હતું તે હોસ્પિટલને  અચાનક રંગીન કરી દેવામાં આવ્યું. રાતોરાત કામ હાથ ધરવામાં આવતા, આ વાતનો આમ આદમી પાર્ટીએ આકરા શબ્દોમાં વિરોધ કર્યો હતો. આપે ટ્વિટ કરી લખ્યું કે એકબાજુ મોરબીમાં લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે ત્યારે લોકોને મદદ કરવાના બદલે સમગ્ર તંત્ર સાહેબના સ્વાગતમાં હોસ્પિટલને રંગીન કરવામાં લાગ્યું છે.

 


આમ આદમી પાર્ટીએ ભાજપ પર કર્યા પ્રહાર

મોરબીમાં બનેલી હોનારતને લઈ તમામ લોકો દુખી છે. ભલે દરેક લોકોએ પોતાના સ્વજનોને નથી ગુમાવ્યા પરંતુ આ દર્દ એવું છે જેનો અનુભવ તમામ લોકો કરી શકે છે. મોરબીના લોકો આ સમયે તંત્ર પાસેથી મદદની આશા રાખી રહ્યા છે ત્યારે તંત્ર લોકોની વ્હારે આવવાને બદલે હોસ્પિટલને ચકાચક કરવામાં લાગી ગયું છે. હોસ્પિટલની રાતોરાત કાયાપલટ કરી દેવામાં આવી છે. કારણ કે વડાપ્રધાન મોરબીની મુલાકાત લેવાના છે. દુ:ખના સમયે તંત્ર પીએમના સ્વાગતની તૈયારીઓ કરી રહી છે. આ વાતને લઈ આમ આદમી પાર્ટીએ ભાજપ પર પ્રહાર કર્યા છે. 

તંત્ર સાહેબના આગમનની તૈયારીઓમાં લાગી ગયું - આમ આદમી પાર્ટી 

આમ આદમી પાર્ટીએ ટ્વિટ કરી લખ્યું કે એકબાજપ મોરબીમાં લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. માસુમ બાળકોએ પોતાના આ-બાપ ખોયા છે. ત્યારે લોકોની મદદ કરવાને બદલે સમગ્ર તંત્ર સાહેબના આગમનની તૈયારીઓમાં લાગી ગયું છે. લોકો જીવે કે મરે ભાજપની શાનમાં કોઈ કમી ન રહેવી જોઈએ.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે