પૂજા દરમિયાન કયા ભગવાનને કયું પુષ્પ કરવું જોઈએ અર્પણ? જાણો કયા ભગવાનને કયું પુષ્પ છે પ્રિય


  • Published By :
  • Published Date : 2023-01-15 17:08:05

હિંદુ ધર્મમાં દરેક વસ્તુનો વિશેષ મહિમા રહેલો છે. એવું માનવામાં આવે છે કે અમુક વસ્તુ અર્પણ કરવાથી ભગવાનની કૃપા જલ્દી પ્રાપ્ત થાય છે. અલગ અલગ દેવી દેવતાઓને અલગ અલગ ફુલ-પુષ્પ અર્પણ કરવામાં આવે છે. તમામ દેવી દેવતાઓની પૂજામાં અલગ અલગ ફૂલો તેમજ અલગ અલગ પદાર્થ ચઢાવવાનો નિયમ બતાવામાં આવ્યો છે. પુષ્પ ભગવાનને અતિ પ્રિય માનવામાં આવે છે. 

ગણેશ


Navratri 2021 : પુષ્પથી પ્રસન્ન થશે આદ્યશક્તિ ! જાણો દેવીના કયા રૂપને કયુ  પુષ્પ કરશો અર્પણ - Adyashakti will be pleased with the flower Find out  which form of Goddess you will

આપણા શાસ્ત્રોમાં અલગ અલગ દેવી-દેવતાઓની અલગ અલગ રીતે પૂજા કરવાનું પ્રાવધાન બતાવામાં આવ્યું છે. દરેક ભગવાનની વિશેષ રીતે પૂજા કરવામાં આવે તો તેઓ જલ્દી પ્રસન્ન થઈ ભક્તને મનોવાંચ્છિત ફળ આપે છે. અનેક લોકો એવું પણ માનતા હોય છે કે સાચા દિલથી અર્પણ કરવામાં આવેલી વસ્તુનો ભગવાન સ્વીકાર કરે છે. પરંતુ કેટલાક ફૂલો એવા હોય છે જે ચઢાવવાથી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ગલગોટાનું ફૂલ એક એવું ફૂલ છે જેને અર્પણ કરવાથી ભગવાન શીધ્ર પ્રસન્ન થાય છે. 

મહા મહિનાની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ સાથે જ તુલસી અને શ્રીકૃષ્ણની  પૂજાનું વિધાન છે | Ekadashi Puja Vidhi: Along With Lord Vishnu On The  Ekadashi Of The Month Of Magha, There Is

આ 5 વસ્તુઓમાં નિવાસ કરે છે માતા લક્ષ્મી, મેળવવી હોય કૃપા તો ઘરમાં અવશ્ય  રાખો આ સામાન.... - MT News Gujarati

જો તમે ભોલેનાથની આરાધના કરી રહ્યા છો તો તમારે શિવજીને પ્રસન્ન કરવા આંકડાનું ફૂલ, ચમેલી, શંખપુષ્પી, કરેણ જેવા પુષ્પો અર્પણ કરવા જોઈએ. ભગવાન વિષ્ણુને  તેમજ માતા લક્ષ્મીને કમળનું પુષ્પ અતિ પ્રિય માનવામાં આવે છે. ઉપરાંત વિષ્ણુ ભગવાનને તુલસી, અશોક, ચંપા, પારીજાતના પુષ્પો પણ અર્પણ કરી શકાય છે. માતાજીને આમ તો દરેક પુષ્પ અર્પણ કરી શકાય છે પરંતુ તેમને દુર્વા, તુલસી જેવા પુષ્પો અર્પણ ન કરવા જોઈએ. ગણેશજીને દુર્વા અતિપ્રિય છે. ગણપતિજીને તુલસી સિવાય દરેક પુષ્પ અર્પણ કરી શકાય છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે