વ્હાઇટ હાઉસે ભારત પર "ટેરિફ"ને લઇને કર્યા આકરા પ્રહાર!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-13 16:31:05

અમેરિકાએ ફરી એકવાર ભારતને ટેરિફને લઇને ટાર્ગેટ બનાવ્યું છે . વહાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલાઇન લેવિટે પ્રેસ વાર્તા દરમ્યાન ભારત સહીત બીજા ઘણા દેશો પર ટેરિફને લઇને આકરા પ્રહાર કર્યા છે . તો આવો જાણીએ કેમ અવારનવાર અમેરિકા ભારતને ટેરિફને લઇને ટાર્ગેટ કરતુ રહે છે.  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વહાઈટ હાઉસમાં આગમન થતાની સાથે જ જાણે "ટ્રેડ વાર" પોતાના જ સહયોગી દેશો સાથે શરુ કરી દીધું હોય તેવું લાગી રહ્યું છે . જોકે આ ટ્રેડવાર અપેક્ષિત હતું કેમ કે , અમેરિકામાં રાષ્ટ્રપતિ પદના  ચૂંટણી પ્રચાર દરમ્યાન ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર કહી ચુક્યા છે , " ડિક્ષનરીમાં "ટેરિફ" શબ્દ મારો સૌથી પ્રિય છે ." 

આ પછી ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને "ટેરિફ કિંગ" પણ કહી ચુક્યા છે . હવે વહાઈટ હોઉસે અમેરિકન માલ સામાન પર વિવિધ દેશો દ્વારા લગાવવામાં આવેલ ટેરિફ પર ચર્ચા કરી હતી .   જેમાં વહાઈટ હાઉસના સેક્રેટરી કેરોલાઇન લેવિટે ભારતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે , " ભારત અમેરિકન દારૂ પર ૧૫૦ ટકા જયારે અમેરિકન કૃષિ ઉત્પાદનો પર ૧૦૦ ટકા ટેરિફ લાદે છે . " કેરોલાઈન લેવિટે તો જાપાનને અને કેનેડાને પણ આડેહાથ લીધું હતું . કેરોલાઇન લેવિટ આ પ્રેસ કોન્ફરન્સમાં આખો ચાર્ટ લઇને આવ્યા હતા જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે , ક્યા ક્યા દેશો અમેરિકન માલ - સામાન પર કેટલા ટકા ટેરિફ લાદે છે? જેમાં ભારત પણ હતું . ભારતનો ઉલ્લેખ કરીને કેરોલાઇને કહ્યું કે , " જોવો ભારત અમેરિકન દારૂ પર ૧૫૦ ટકા ટેરિફ લગાડે છે. જેનાથી કેન્ટુકી બોર્નબોર્ન ની ભારતમાં નિકાસ મોંઘી બને છે ." આપને જણાવી દયિકે , કેન્ટુકી બોર્નબોન અમેરિકાની લોકપ્રિય આલ્કોહોલની બ્રાન્ડ છે . ભારત સરકારના વિદેશ ખાતાના પ્રવક્તા રણધીર જયસ્વાલે અગાઉ થોડા સમય પેહલા જ ભારતની સ્થિતિ સ્પષ્ટ કરતા કહ્યું છે કે , "  અમેરિકા અને ભારત વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર કરાર એટલેકે ( બાઈલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ)  બંને દેશો ભારત અને અમેરિકા વચ્ચે સબંધો મજબૂત કરશે . એકબીજાના માર્કેટ ઉપલબ્ધ બનશે અને ટેરિફ અને નોન - ટેરિફ બેરીયરમાં પણ ઘટાડો થશે. ભારત અને અમેરિકા વચ્ચેની સપ્લાય ચેન આ કરારથી મજબૂત થશે." 

આપને જણાવી દયિકે ભારતે અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પના પેહલા કાર્યકાળમાં (૨૦૧૬ - ૨૦૨૦) દરમ્યાન બાઈલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ માટે વાર્તાલાપ શરુ કર્યો હતો પરંતુ કોઈ કારણસર બેઉ દેશો વચ્ચે મતભેદો યથાવત રહ્યા હતા . વાત કરીએ ભારત અમેરિકાના દ્વિપક્ષીય વ્યાપારની તો , ડોનાલ્ડ ટ્રમ્પના પેહલા કાર્યકાળ દરમ્યાન તેમણે ભારત પાસેથી "જનરલાઇઝડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ " એટલેકે GSP નું બિરુદ લઈ દીધું હતું , આ GSP અંતર્ગત અમેરિકા વિકાસશીલ દેશોમાંથી આવતા માલ સામાનની આયાત પર ખુબ નહિવત અથવા તો ઝીરો ટેરિફ લગાડે છે , પરંતુ ટ્રમ્પએ ભારતને આ ઝટકો આપતા આપણને ૭૦ મિલિયન ડોલરનો ફટકો પડ્યો હતો . વાત કરીએ હાલની તો યુએસ ભારતનું બીજા નંબરનું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર છે . આપણે અમેરિકા પાસે ટ્રેડ પ્લસ છીએ તેનો મતલબ જેટલી વસ્તુ આપણે અમેરિકામાંથી આયાત કરીએ છીએ તેના કરતા વધારે વસ્તુ આપણે અમેરિકમાં નિકાસ કરીએ છીએ . ૨૦૨૩ના વર્ષમાં ભારતે અમેરિકામાં ૮૫.૫ બિલિયન ડોલરના કિંમતની વસ્તુઓ નિકાસ કરી હતી . આ મુખ્ય નિકાસોમાં ઇલેક્ટ્રોનિક્સ ગૂડ્સ , દવાઓ , જેમ્સ અને જવેલરી ,  રીફાઇન્ડ  ક્રૂડ ઓઇલનો સમાવેશ થાય છે. તો હવે જોઈએ , અમેરિકા ભારત પ્રત્યે કેવું વલણ રાખે છે . 

તમારું ભારત અમેરિકા વ્યાપારી સંબંધોને લઇને શું માનવું છે તે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો .



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.