Suratમાં નિલેશ કુંભાણીને શોધી આપનારને 5,000નું ઈનામ આપવાની કોણે જાહેરાત કરી? જાણો વિગતવાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-10 18:33:54

સુરતના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા હતા. લોકસભા ચૂંટણી માટે મતદાન થાય તે પહેલા લોકસભાની એક બેઠક ભાજપના ખાતામાં આવી ગઇ હતી.  આ ઘટના બાદ નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.... અને કુંભાણીને શોધી આપનાર માટે ઈનામની જાહેરાત કરી.. તે સિવાય પણ એપ્રિલ મહિનામાં પણ તેમણે પોસ્ટ કરી હતી. 


નિલેશ કુંભાણી સામે ફાટી નિકળ્યો હતો કાર્યકર્તાઓનો રોષ 

સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોની સહીના મામલે ઉમેદવારી ફોર્મ રદ થયા બાદ ભારે વિવાદ સર્જાયો હતો. આ ઘટના બાદ કોંગ્રેસ નેતા નિલેશ કુંભાણી ગાયબ થઇ ગયા હતા અને હજી સુધી તેઓ લાપતા જ છે. થોડા દિવસ પૂર્વે તેમણે વીડિયો પણ જાહેર કર્યો હતો પણ સુરતમાં હજું સુધી તેઓ દેખાયા નથી.... આ ઘટના બાદ કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને નિલેશ કુંભાણીને ગદ્દાર જાહેર કરતાં પોસ્ટર પણ લાગ્યા હતા. કોંગ્રેસ દ્વારા કુંભાણીને 6 વર્ષ માટે સસ્પેન્ડ પણ કરાયા હતા. તે વખતે સુરત કોંગ્રેસના મીડિયા કો-ઓર્ડિનેટર કલ્પેશ બારોટે નિલેશ કુંભાણીને લઈ ધમકીભર્યાં સુરમાં કહ્યું કે, નિલેશ કુંભાણીને જેટલું રક્ષણ લેવું હોય તેટલું લઈ લે..... 


સોશિયલ મીડિયા પર નામ લીધા વગર કરાઈ રહી છે પોસ્ટ 

બીજી તરફ કોંગ્રેસના કાર્યકરોમાં નિલેશ કુંભાણી પ્રત્યેનો રોષ હજું પણ યથાવત છે અને તેમના વિશે સોશિયલ મીડિયા પર નિલેશ કુંભાણીનું નામ લીધા વિના પોસ્ટ કરાઇ છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતા પ્રદીપ સિંધવ દ્વારા આ પોસ્ટ કરાઇ છે. પોસ્ટમાં તેમણે લખ્યું છે કે કાલથી એક જ મુદ્દાનો કાર્યક્રમ છે, ગદ્દારને શોધી સરખી સર્વિસ કરવાની છે..... પોસ્ટમાં લખાયું છે કે ખબર આપનાર ને 5 હજારનું ઇનામ આપવામાં આવશે તથા ખબર આપનારનું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે. 



નિલેશ કુંભાણી હજી સુધી છે ગાયબ!

નિલેશ કુંભાણી સામે આડકતરી રીતે યુથ કોંગ્રેસના નેતાએ પોસ્ટ શેર કરી રોષ દર્શાવ્યો છે. જે કામ પોલીસે કરવાનું હોય તે કામ કોંગ્રેસના જ નેતાઓ તેમના નેતાને શોધવા કરી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે છેલ્લા 22 દિવસથી કોંગ્રેસના નેતાઓ નિલેશ કુંભાણીને શોધી રહ્યા છે....આ ઘટનામાં કોંગ્રેસના કાર્યકરોમાં રોષ છે કુંભાણી ક્યારે આવે તેની રાહ જોવાઈ રહી છે.. સૌથી મોટો સવાલ પણ એ જ છે કે નિલેશ કુંભાણી છે ક્યાં?



એક તરફ ગરમીનું પ્રમાણ વધી રહ્યું તો બીજી તરફ ઝાડને કાપવામાં આવી રહ્યા છે. પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે.. પ્રદૂષણ ઘટે તે માટે વધારેમાં વધારે વૃક્ષો વાવા જોઈએ તેવી વાતો સાંભળી હશે

દેશમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. પાંચમા તબક્કા અંતર્ગત મતદાન ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો મતદાનનો વાયરલ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી દરમિયાન બોગસ વોટિંગ કરતો એક યુવાન પોતાના સોશિયલ મીડિયા પર તે વીડિયો મૂકે છે અને બતાવે છે કઈ રીતે એ 8 વારએ મતદાન કરે છે..

ગુજરાત જાણે અગનભઠ્ઠામાં ફેરવાઈ ગયું હોય તેવું લાગે છે.. ગરમીનું તાપમાન પ્રતિદિન વધી રહ્યું છે જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. ગરમી ક્યારે ઓછી થાય તેની રાહ જોઈ રહ્યા છે. અનેક જિલ્લાઓ માટે ઓરન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાત એટીએસ દ્વારા ચાર શંકાસ્પદ વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા છે.. અમદાવાદ એટીએસે અમદાવાદ એરપોર્ટ પરથી મૂળ શ્રીલંકન અને આઈએસઆઈએસ સાથે જોડાયેલા આતંકીઓને ઝડપી પાડ્યા છે.