કોણ છે એ લોકો જેમણે સંસદની અંદર અને બહાર કોહરામ મચાવ્યો, શા માટે સર્જી તંગદીલી?


  • Published By :
  • Published Date : 2023-12-13 16:25:06

લોકસભાની કાર્યવાહી દરમિયાન અચાનક બે લોકો ગૃહમાં ઘૂસી જતાં હોબાળો મચી ગયો હતો. બંનેના હાથમાં ટીયર ગેસ જેવું કંઈક હતું. જો કે તેઓ કંઈ કરે તે પહેલા જ તે ઝડપાઈ ગયા હતા. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે આ બે લોકો કોણ છે અને સંસદમાં કેવી રીતે તથા શા માટે પ્રવેશ્યા હતા? સંસદમાં પ્રવેશેલા એક યુવકનું નામ સાગર શર્મા અને બીજાનું નામ મનોરંજન છે. નિષ્કાસિત બસપા સાંસદ દાનિશ અલીએ જણાવ્યું કે તેણે સુરક્ષા અધિકારીઓમાંથી એક વ્યક્તિનો પાસ જોયો અને તેનું નામ સાગર છે. તેઓ મૈસૂર ભાજપના સાંસદ પ્રતાપ સિમ્હાના પાસ પર આવ્યા હતા. સુરક્ષા એજન્સીઓ હાલમાં અન્ય વિશે તપાસ કરી રહી છે.


લોકસભાની બહાર બે લોકોએ હંગામો મચાવ્યો હતો

 

સંસદની બહાર બનેલી ઘટનામાં દિલ્હી પોલીસે બે લોકોની અટકાયત કરી છે. તેમના નામ નીલમ અને અનમોલ શિંદે છે. નીલમ એક મહિલા છે અને તેની ઉંમર 42 વર્ષ છે, તે હરિયાણાના હિસારની રહેવાસી છે. બીજા આરોપીનું નામ અનમોલ શિંદે છે. અનમોલના પિતાનું નામ ધનરાજ શિંદે છે અને તે મહારાષ્ટ્રના લાતુરનો રહેવાસી છે. તેની ઉંમર 25 વર્ષ છે.


કોણ છે સાગર અને મનોરંજન?


લોકસભામાં પ્રેક્ષક ગેલેરીમાંથી કુદનારા યુવકનું નામ સાગર શર્મા હોવાનું કહેવામાં આવી રહ્યું છે, સાગર શર્મા ઉપરાંત જે શખ્સે લોકસભામાં હોબાળો મચાવ્યો તેનું નામ મનોરંજન ડી છે. જો કે કર્ણાટકના મૈસુર શહેરનો વતની છે. તેનું ઉંમર 35 વર્ષ છે, તેણે બેંગ્લરૂની વિવેકાનંદ યુનિવર્સિટીમાંથી એન્જીનિયરિંગ કર્યું છે. તે બંનેએ સાંસદ પ્રતાપ સિમ્હાના પાસ પર સંસદમાં એન્ટ્રી મેળવી હતી. જો કે સંસદની અંદર અને બહાર જે લોકોએ હોબાળો મચાવ્યો હતો તેમની વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં તે અંગે કોઈ જાણકારી મળી શકી નથી. મામલાની તપાસ માટે દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોડા અને અને ગૃહ સચિવ અજય ભલ્લા સંસદ પહોંચી ચુક્યા છે. સુરક્ષાકર્મીઓ સંસદમાં અફરાતફરી મચાવનારા બંને યુવકોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી દીધી છે. બંને એવું શા માટે કર્યું તે અંગે હજું સુધી કોઈ માહિતી મળી નથી.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે