રેડ પર રાજનીતિ ! સાચું કોણ અમદાવાદ પોલીસ કે આમ આદમી પાર્ટી?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 13:28:52


પોલીસ અને આપ માંથી કોણ સાચું ? 

આમ આદમી પાર્ટી દ્વારા ગઇકાલે રેટ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અમદાવાદ પોલીસ દ્વારા તેમના કાર્યાલય ખાતે દરોડા પાડવા માં આવ્યા છે , ત્યારે આજે સવારે અમદાવાદ પોલીસએ ટ્વીટ કરીને આ વાત નકારી છે અને તેનો જવાબ દેતા હવે ગોપાલ ઇટાલિયાએ વધુ ટ્વીટ કરીને ખરેખર દરોડા હોવા નો ખુલાસો કર્યો છે ત્યારે હવે સવાલ થાય છે શું ખરેખર આપ ની ઓફિસ માં દરોડા પડ્યા હતા ? પોલીસ અને આપ માંથી કોણ સાચું ? 

ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરીને લખ્યું, ગઈકાલે આમ આદમી પાર્ટીની ડેટા ઓફિસ ઉપર પોલીસે રેઈડ કરી હતી અને આખી ઓફિસમાં તમામ કબાટ, ડ્રોઅર, કોમ્પ્યુટર, ડાયરી વગેરે ચેક કર્યા હતા. ડેટા ઓફિસ ચેક કરનાર પોલીસનું નામ પૂછતાં તેઓએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાંથી હિતેષભાઈ તેમજ પારસભાઈ અને એક અજાણ્યો વ્યક્તિ હોવાનું જણાવ્યું હતું.



આ પહેલા આજે સવારે અમદાવાદ પોલીસે ટ્વીટ કરીને કહ્યું હતું કે, ગઈકાલે આમ આદમી પાર્ટીની ઓફિસે પોલીસે રેડ કરી છે તેવા સમાચાર સોસીયલ મીડિયા દ્વારા જાણવા મળેલ છે. આવા પ્રકારની કોઈ પણ રેડ શહેર પોલીસે દ્વારા કરવામાં આવી નથી.


ગોપાલ ઇટાલિયા "ભાજપના કહેવાથી પોહચી પોલીસ"

આપની ઓફિસ દરોડા મામલે રાજનીતિ થઈ રહી છે ત્યારે આજે ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી જેમાં તેમણે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું પોલીસ પર દિલ્હીથી દબાણ આવી રહ્યું છે પોલીસનો કોઈ વાંક નથી. ત્યારે ઇસુદાન ગઢવીએ કહ્યું ભાજપ બોખલાય કેમ ગયું છે અમદાવાદ પોલીસે ટ્વિટ કરી કહ્યું કે રેડ કરવામાં નથી આવી. મને ખબર છે કે પોલીસ પર દિલ્હીથી દબાણ આવી રહ્યું છે. પોલીસનો કોઈ વાંક નથી. પોલીસને બોલવાનો અધિકાર નથી. હું રિક્વેસ્ટ કરું આમ આદમી પાર્ટીની બીજી ઓફિસમાં પણ રેડ કરો પણ છુપાવો છો શું કામ? પોલીસ, સીબીઆઇ અને ઇડીથી ડરવાના નથી.રેડ મામલે ગોપાલ ઇટલીયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ગઇકાલ રાત્રે ભાજપના ઇશારે 8.30 વાગ્યા આસપાસ પોલીસે સર્ચ ઓપરેશન કમ રેડ પાડવામાં આવી. અને આજે અમદાવાદ પોલીસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો કે કોઈ રેડ કરવામાં નથી આવી. કાલે 8.30 આસપાસ કેટલા પોલીસ વાળા આવ્યા અને ઓફિસમાં હાજર સંગઠન મંત્રીએ પરિચય પૂછતાં કહ્યું કે, નવરંગપુરા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફમાંથી આવીએ છીએ અને આઇ કાર્ડ માંગતા પોલીસ તરીકેનું આઇ કાર્ડ બતાવ્યું. જેમાં હિતેશભાઈ અને પરસભાઈનું આઇ કાર્ડ હતું. તેમણે ઓફિસ ચેક કરી હતી. 


જ્યારે આપ ઓફિસ પર રેડ ના પુરાવા માગવામાં આવ્યા ત્યારે તેમણે કહિયું અમારી ઓફિસ નવી છે આટલે કેમેરાની જરૂર પડી નથી .પરંતુ બિલ્ડિંગની બાજુમાં બેંક છે અને તેના કેમેરા ચેક કરવામાં આવે. હિતેશ અને પારસ ના કોલ લોકેશન ચેક કરવામાં આવે. અમે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં લેટમાં આપવાના છીએ કે, જો આ અસલી પોલીસ છે તો આ ભાજપએ મોકલેલી પોલીસ છે અને જો આ નકલી હોય તો હિતેશ અને પારસ નામના વ્યક્તિ પર fir કરવામાં આવે.ઉપરાંત તે બંને લોકોના ફોનની લોકેશન ચેક કરવામાં આવે અને બેન્કના કેમેરા ચેક કરવામાં આવે.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.