રામ મંદિરના નિર્માણનો શ્રેય કોને મળવો જોઈએ?, ઉમા ભારતીએ આપ્યો આ અદભૂત જવાબ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-10 12:07:13

અયોધ્યા રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતા ઉમા ભારતીનું નિવેદન સામે આવ્યું છે. રામ મંદિર જન્મભૂમિ આંદોલનમાં સામેલ ઉમા ભારતીએ કહ્યું છે કે રામ મંદિર નિર્માણનો અસલી શ્રેય કોને મળવો જોઈએ. રામ જન્મભૂમિ ચળવળ વિશે વાત કરતા ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું કે રામ મંદિરનો શ્રેય સૌથી પહેલા તે કાર સેવકોને જવો જોઈએ જેમણે ચળવળ દરમિયાન પોતાના પ્રાાણનું બલિદાન આપ્યું હતું.


 500 વર્ષ સુધી ચાલ્યું રામજન્મભૂમિ આંદોલન 


મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ મિડીયા સાથે વાત કરતા કહ્યું કે રામજન્મભૂમિ આંદોલન 500 વર્ષનો સંઘર્ષ છે અને તેની સફળતાનો સંપૂર્ણ શ્રેય કોઈ એક વ્યક્તિને આપી શકાય નહીં. તેમણે કહ્યું, 'આ ચળવળ પાંચ સદીઓ સુધી ચાલુ રહી. દેશનું આ એકમાત્ર આંદોલન છે જે 500 વર્ષ સુધી ચાલ્યું અને સફળ રહ્યું. આનો શ્રેય કોઈ એક વ્યક્તિને ન જવો જોઈએ. આવી સ્થિતિમાં મને લાગે છે કે સૌથી પહેલો અને સૌથી વધુ શ્રેય એ લોકોને મળવો જોઈએ જેમણે આ માટે પોતાનો જીવ આપી દીધો અને વિવાદિત માળખાને તોડી પાડ્યું હતું.

 

અશોક સિંઘલે આંદોલન આગળ વધાર્યું


ઉમા ભારતીએ કહ્યું કે જો વિવાદિત માળખું તોડી પાડવામાં આવ્યું ન હોત તો કોઈ પણ સર્વે શક્ય જ નહોતો. તેમણે કહ્યું કે માળખુ તોડી પાડવામાં આવ્યા બાદ જ સર્વે શરૂ થયો અને સુપ્રીમ કોર્ટે તેના પરિણામોનો સ્વિકાર કર્યો. ઉમા ભારતીએ વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ પ્રમુખ અશોક સિંઘલને પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે ત્યાર બાદનો શ્રેય અશોક સિંઘલને પણ આપવું જોઈએ, તેઓ રામ મંદિર આંદોલનને આગલા સ્તર સુધી લઈ ગયા હતા, તેમના નેતૃત્વમાં અમે આંદોલનને આગળ વધાર્યું હતું. 


PM મોદી, અમિત શાહ અને યોગીને પણ ક્રેડિટ


બિજેપીના કદાવર નેતા ઉમા ભારતીએ ત્યાર બાદ કહ્યું કે મંદિર નિર્માણનો શ્રેય પ્રધાનમંત્રી મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથને પણ જવું જોઈએ, જેમણે આંદોલનને અંતિમ સ્વરૂપ આપ્યું હતું, જો કે સૌથી મોટો શ્રેય તો તે લોકોને આપવામાં આવે જેમણે આંદોલન માટે તેમના પ્રાણોનું બલિદાન આપ્યું હતું.  



એક તરફ ગરમીનું પ્રમાણ વધી રહ્યું તો બીજી તરફ ઝાડને કાપવામાં આવી રહ્યા છે. પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે.. પ્રદૂષણ ઘટે તે માટે વધારેમાં વધારે વૃક્ષો વાવા જોઈએ તેવી વાતો સાંભળી હશે

દેશમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. પાંચમા તબક્કા અંતર્ગત મતદાન ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો મતદાનનો વાયરલ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી દરમિયાન બોગસ વોટિંગ કરતો એક યુવાન પોતાના સોશિયલ મીડિયા પર તે વીડિયો મૂકે છે અને બતાવે છે કઈ રીતે એ 8 વારએ મતદાન કરે છે..

ગુજરાત જાણે અગનભઠ્ઠામાં ફેરવાઈ ગયું હોય તેવું લાગે છે.. ગરમીનું તાપમાન પ્રતિદિન વધી રહ્યું છે જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. ગરમી ક્યારે ઓછી થાય તેની રાહ જોઈ રહ્યા છે. અનેક જિલ્લાઓ માટે ઓરન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાત એટીએસ દ્વારા ચાર શંકાસ્પદ વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા છે.. અમદાવાદ એટીએસે અમદાવાદ એરપોર્ટ પરથી મૂળ શ્રીલંકન અને આઈએસઆઈએસ સાથે જોડાયેલા આતંકીઓને ઝડપી પાડ્યા છે.