ચુંટણી પેહલા તમામ પક્ષો પોતાની પાર્ટી મજબૂત કરવા તૈયારી કરી રહી છે. આ દરમિયાન ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ નરેશ પટેલને લઈને છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં ખોડલધામ નવરાત્રીમાં આપ નેતા ગોપાલ ઇટાલિયા સાથે નરેશ પટેલ પણ જોવા મળ્યા અને તેમણે આ અંગે નિવેદન પણ આપ્યું .....
નરેશ પટેલએ શું કહ્યું ?
ચુંટણી પેહલા પાટીદાર અગ્રણી નરેશ પટેલને ચુંટણીમાં સમર્થન અંગે જ્યારે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હજુ ચૂંટણી જાહેર નથી થઈ ચૂંટણી જાહેર થયા બાદ જોઈશું. નવરાત્રીમાં રાજકારણની વાત કરવી યોગ્ય નથી.  અને ત્યાં તેમણે આપના નેતા ગોપાલ ઇટાલિયા સાથે જોવા મળ્યા. 
ચુંટણી ક્યારે થશે ?
કેટલાય સમયથી ચુંટણી વેહલી થશે તેવી વાત ચાલી રહી છે . તેના વચ્હે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલના નિવેદનથી ચુંટણીની ચર્ચાએ જોર પકડયું છે. પાટીલે ચૂંટણીને લઈને નિવેદન આપતા કહ્યુ હતુ કે, ચૂંટણીની તારીખ જાહેર કરવાની સત્તા મારી પાસે નથી. પરંતુ આ વખતે ચૂંટણી 10થી 12 દિવસ વહેલી યોજાય તેવું મને લાગી રહ્યુ છે. નવેમ્બરના અંત સુધીમાં ચૂંટણી પૂર્ણ થઈ જશે તેવું મને લાગે છે.
                            
                            





.jpg)








