"બધા ચોરની અટક Modi જ કેમ છે?" નિવેદન મામલે Supreme Courtમાં Rahul Gandhiએ નવું સોગંદનામું રજૂ કર્યું, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-03 16:59:55

આપણે જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના નેતા પૂર્ણેશ મોદીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે માનહાનીની ફરિયાદ કરી હતી, પછી રાહુલ ગાંધીનું સાંસદ પદ પણ ગયું કારણ કે બે વર્ષની સજા થઈ હતી. પણ આ મામલે કોંગ્રેસના નેતાએ સુપ્રીમ કોર્ટમાં નવી અરજી કરી હતી જેમાં તેમણે સજા પર રોક લગાવાની માગ કરી હતી સાથે એવું પણ કહ્યું હતું કે 'બધા ચોરની અટક મોદી કેમ છે' તે ટિપ્પણી માટે મારે એટલે કે રાહુલ ગાંધીને માફી માગવાની કોઈ જરૂર નથી. સુપ્રીમ કોર્ટની અંદર શું થયું હતું અને રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં શું વાત રાખી હતી. 


નવા સોગંદનામામાં રાહુલ ગાંધીએ આપ્યો સોગંદનામાનો જવાબ

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેણે હંમેશા કહ્યું છે કે આ કેસમાં તે દોષી નથી અને જે દોષ મૂકવામાં આવ્યો છે એ પૂર્ણ નથી. જો મારે માફી માગવી હતી અને ગુનો ઓછો કરવો હોત તો એ તો હું ક્યારનોય કરી ચૂક્યો હોત. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અરજી કરનારને કોઈ પણ ભૂલ વગર માફી માગવા મજબૂર કરવા માટે કાયદાનો ઉપયોગ કરવો ન્યાયીક પ્રક્રિયા માટે ખરાબ છે. તેને પોષી લેવું ન જોઈએ.  રાહુલ ગાંધીના નવા સોગંદનામામાં ફરિયાદી પૂર્ણેશ મોદી દ્વારા દાખલ કરવામાં આવેલ સોગંદનામાનો જવાબ આપ્યો છે. રાહુલ ગાંધીએ પોતાને દોષી ઠરાવાનો વિરોધ કર્યો છે. 


આ મામલો એવો નથી જેમાં કોઈના નામને કે હોદ્દાને નુકસાન પહોંચ્યું હોય 

રાહુલ ગાંધીએ કહ્યું છે કે આ મામલો એવો બિલકુલ નથી કે જેમાં ફરિયાદીના નામને કે હોદ્દાને નુકસાન થયું હોય કે તેમની માનહાની થઈ હોય. રાહુલ ગાંધીનું સોગંદનામામાં કહેવું છે કે માનહાની આઈપીસી અંતર્ગત 22 ગુનાઓમાંનો એક છે. જેમાં સામાન્ય સજાની જોગવાઈ છે. કોઈ કઠોર સજાની જોગવાઈ નથી. જે જણાવે છે કે ગુનો ગંભીર તો છે જ નહીં, 


ભાષણને પૂરી રીતે સાંભળવા રાહુલ ગાંધીએ કરી અપીલ 

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આ કેસમાં સૌથી કઠોરમાં કઠોર સજા સંભળાવાના કારણે તેમનું સંસદ પદ જતું રહ્યું છે. જેના કારણે ન્યાયાલયે સજા મામલે એકવાર વિચાર કરવો જોઈએ. હું વિપક્ષમાં છું માટે મારે સત્તાની ભૂલ પર ધ્યાન દોરવું મારું કર્તવ્ય છે. મારી અપીલ છે કે ભાષણને પૂરી રીતે સાંભળીને સમજવું જોઈએ. જેથી ખબર પડે કે આ મામલામાં માનહાનીનો કોઈ ઉદ્દેશ્ય હતો જ નહીં. 


ફરિયાદીએ નથી સાંભળ્યું સંપૂર્ણ ભાષણ!

રાહુલ ગાંધીએ નવા સોગંદનામામાં સર્વોચ્ચ અદાલત સામે પોતાની વાત રાખી હતી કે ફરિયાદીએ જાતે રાહુલ ગાંધીનું ભાષણ સાંભળ્યું નથી અને તેમણે મીડિયા અને વોટ્સએપના સ્ક્રીનશોટ પર ભરોસો કરી લીધો છે. રાહુલ ગાંધીએ પોતાની સામે પૂરાવાના ભાગરૂપે જે સીડી મૂકી છે તે મામલે કહ્યું છે કે તે ફરિયાદ સાથે સંબંધિત નથી.  રાહુલ ગાંધીએ નવા સોગંદનામામાં એવું પણ કહ્યું છે કે મોદી સમાજ કોઈ સમાજ નથી, મોદી ઉપનામ વિવિધ જાતિઓ હેઠળ આવે છે અને લોકોએ સ્વયં તેનો સ્વિકાર કર્યો છે. 



જો સજા યથાવત રહેશે તો રાહુલ ગાંધી નહીં લડી શકે લોકસભા ચૂંટણી!

રાહુલ ગાંધીએ કહ્યું છે કે નીરવ મોદી, લલીત મોદી, મેહુલ ચોક્સી એક જ જાતિથી નથી આવતા. એટલે આ વસ્તુની પરિભાષા હજુ સ્પષ્ટ નથી અને આ લોકોને ઓળખવા માટેનો કોઈ વર્ગ પણ નથી જેવો તેને દેખાડવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો તેમના દોષ પર રોક લગાવી દેવામાં આવે તો તેમને કોઈ નુકસાન નહીં થાય. અને જો આવું નથી થતું તો તે લોકસભાની બેઠકોમાં ભાગ નથી લઈ શકતા. 


આ ધારાશાસ્ત્રીઓએ તૈયાર કર્યું છે સોગંદનામું 

આપને જણાવી દઈએ કે આ બધી સોગંદનામાની વાતો રાહુલ ગાંધી દ્વારા જણાવામાં ન આવી હોય. કોઈ ધારાશાસ્ત્રી દ્વારા આને તૈયાર કરવામાં આવતી હોય છે. આ સોગંદનામું ધારાશાસ્ત્રી પ્રસન્ના એસ અને તરન્નુમ ચીમાએ તૈયાર કર્યું છે. વરિષ્ઠ ધારાશાસ્ત્રી ડોક્ટર એલ એમ સિંઘવીએ આ સોગંદનામામાં ફેરબદલીઓ કરી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે