ગરમીની આગાહી માટે શા માટે અપાય છે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ? જાણો શું છે આ કલર કોડનો મતલબ?


  • Published By :
  • Published Date : 2023-05-10 09:10:50

રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. કમોસમી વરસાદ બાદ કાળઝાળ ગરમીનો અનુભવ કરવા લોકોએ તૈયાર રહેવું પડશે. ખાસ કરીને અમદાવાદ માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આજથી લઈ આગામી 5 દિવસ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગઈકાલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે આ રેડ એલર્ટ, યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ ક્યારે આપવામાં આવે તે જાણીશું. 


અમદાવાદમાં થશે કાળઝાળ ગરમીનો અનુભવ! 

અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ગરમીનો પ્રકોપ વધવાનો શરૂ થઈ ગયો છે. અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. ત્યારે આગામી પાંચ દિવસ માટે તંત્ર દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પાંચ ડિગ્રી જેટલું તાપમાન વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તાપમાન પ્રમાણે કલર કોડ આપવામાં આવે છે જેથી લોકોને ખબર પડે કે તાપમાન કેટલું રહેશે. કલર પ્રમાણે તાપમાન કેટલું રહેશે તેની ખબર પડે છે ઉપરાંત તે દિવસ દરમિયાન ગરમીથી બચવા શું કરવું જોઈએ તેની પણ ખબર પડે છે. 


ક્યારે આપવામાં આવે છે યેલો એલર્ટ? 

સૌથી પહેલા વાત કરીએ યેલો એલર્ટની તો જ્યારે શહેરમાં તાપમાન 41થી 43ની વચ્ચે રહેવાની સંભાવના હોય ત્યારે આ એલર્ટ જાહેર કરવામાં આવે છે. આ એલર્ટનો મતલબ છે કે ગરમી સામાન્ય રહેશે. આ એલર્ટની સૌથી વધારે અસર નાના બાળકો તેમજ ગંભીર બિમારી ધરાવતા લોકોને થાય છે. ગરમીથી બચવા આછા રંગના કપડા પહેરવા તેમજ સૂર્યના કિરણોથી બચવું જોઈએ.


જો તાપમાન આટલા ડિગ્રીથી વધારે જાય તો અપાય છે ઓરેન્જ એલર્ટ!

જો તાપમાન 43 ડિગ્રીથી વધારે હોય તો ઓરેન્જ એલર્ટ આપવામાં આવે છે. 43થી 45 ડિગ્રીની વચ્ચે જો તાપમાન રહેવાની સંભાવના હોય તે વખતે ઓરેન્જ એલર્ટ આપવામાં આવે છે. હાલ અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મતલબ કે અમદાવાદનું તાપમાન 43થી 45 ડિગ્રીની વચ્ચે રહેશે. ઓરેન્જ એલર્ટને કારણે થતી અસરની વાત કરીએ તો લાંબા સમય સુધી સૂર્યના કિરણોમાં રહેવાથી લૂ લાગી શકે છે. લૂ તેમજ ડિહાઈડ્રેશનથી બચવા માટે વધારે પાણી પીવું જોઈએ. ઉપરાંત કામ વગર ઘરની બહાર જવાનું ટાળવું જોઈએ. તે સિવાય ઠંડક વાળા વાતાવરણમાં બને ત્યાં સુધી રહેવું જોઈએ. 


રેડ એલર્ટ ક્યારે જાહેર કરવામાં આવે છે?   

સૌથી ખતરનાક હોય છે રેડ એલર્ટ. રેડ એલર્ટ જ્યારે આપવામાં આવે છે ત્યારે હિટવેવ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આ એલર્ટમાં તાપમાન 45 ડિગ્રીથી વધારે રહેવાની સંભાવના રહેતી હોય છે. રેડ એલર્ટ જ્યારે આપવામાં  આવ્યું ત્યારે કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. જો બહુ જરૂરી કામ હોય તો જ ઘરની બહાર જવું જોઈએ. અને જો ઘરની બહાર જવાનું થાય તો સુર્યના કિરણોથી રક્ષણ મળે તે પ્રમાણેની વ્યવસ્થા કરીને નિકળવું જોઈએ. 


આજે ક્યાં કેટલી પડશે ગરમી?  

જો આજના તાપમાનની વાત કરીએ તો અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે ઉપરાંત રાજ્યના મધ્ય અને પૂર્વના જિલ્લાઓમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ પટ્ટીના ભાગો જેવા કે ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, જૂનાગઢમાં તાપમાન વધવાની સંભાવના છે. જ્યારે સુરત, વલસાડ અને નવસારીમાં તાપમાન 40 ડિગ્રી સુધી જઈ શકે છે. મહત્વનું છે કે આ વખતની ગરમી કાળઝાળ રહેશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું.        



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.