Australian High Commissionerએ ગોપાલ ઈટાલિયાનો માન્યો આભાર, જાણો કેમ કહ્યું Thank You


  • Published By :
  • Published Date : 2023-01-13 14:22:14

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 5 સીટો મેળવી હતી. આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પણ અનેક વખત જનતાની વચ્ચે દેખાયા છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતના સંગઠનમાં અનેક ફેરફાર કર્યા છે. ગોપાલ ઈટાલિયાને મોટી જવાબદારી સોંપી છે. ત્યારે  ગોપાલ ઈટાલિયાએ Australian High Commissionerની સાથે મુલાકાત કરી હતી.

  

ગોપાલ ઈટાલિયાએ કરી મુલાકાત 

આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ સંગઠનમાં અનેક ફેરફાર કર્યા છે. ઈસુદાન ગઢવીને તેમજ ગોપાલ ઈટાલિયાને મોટી જવાબદારી સોપવામાં આવી છે. ગુજરાતમાં વિજેતા બનેલા ધારાસભ્યો લોકોની વચ્ચે જતાં જોવા મળે છે. ત્યારે ગોપાલ ઈટાલિયાએ  Australian High Commissioner Barry O'Farrellની સાથે મુલાકાત કરી હતી. તેમની સાથે Consulate General Peter Truswell, ausralian embassy political secretaryની સાથે પણ મુલાકાત કરી હતી. 


આપની આગામી રણનીતિ અંગે થઈ ચર્ચા 

તેમની સાથે મુલાકાત દરમિયાન ગોપાલ ઈટાલિયાએ આમ આદમી પાર્ટી અંગે વાતચીત કરી હતી. ઉપરાંત આવનાર સમયમાં આમ આદમી પાર્ટી કઈ રીતે અને કયા મુદ્દાઓને લઈ આગળ વધશે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી તરીકેનું બિરૂદ મેળવી લીધું છે. સંગઠનમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવીને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.    




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે