Dediyapadaના MLA Chaitar Vasavaએ Bharuchના MP Mansukh Vasavaને કેમ ઘેર્યા? સાંભળો પ્રહાર કરતા શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-07-27 10:17:41

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની પરિસ્થતિ છે, દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં પૂર જેવી  હાલત જોવા મળી રહી છે. અનેક દ્રશ્યો સામે આવ્યા છે જેમાં પાણી ભરાઈ જવાને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. સુરત, હોય સૌરાષ્ટ્રના ભાગો હોય, વડોદરા હોય ત્યાં વરસાદને કારણે પરિસ્થિતિ કફોડી બની ગઈ છે. ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.  

ચૈતર વસાવાએ કર્યા ભાજપ પર પ્રહાર

ગુજરાતના અનેક ભાગોમાં મેઘરાજાની બેટિંગ જોરદાર ચાલી રહી છે . ત્યારે ભરૂચ અને વડોદરાની સ્થિતિને લઈને ડેડિયાપાડાના MLA ચૈતર વસાવાએ ભાજપના નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. ચૈતર વસાવાએ કહ્યું છે કે , ભાજપના નેતાઓને માત્ર મત લેવામાં જ રસ છે. સ્થિતિ વિકટ બની હોવા છતાં નેતાઓ પીડિતોને મળવા નથી આવ્યા . પાણીનો નિકાલ પણ નથી થયો . મસમોટું બજેટ વરસાદી પાણીના નિકાલ માટે ફળવાયું  હોવા છતાં આ સ્થિતિ બની છે . 



અનેક વિસ્તારોમાં ઉતારવામાં આવી NDRFની ટીમને 

ચૈતર વસાવાએ પ્લેટફોર્મ X પર ટ્વિટ પણ કરી છે જેમાં તેમણે લખ્યું છે કે , ગુજરાતના ભરૂચના MP મનસુખ વસાવાએ અને તંત્રએ પાણીની સ્થિતિને લઈને મૌન ધારણ કરેલ છે . ભાજપની લાલચ અને ભ્રષ્ટાચારે વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી કરી . ગલીઓમાં મહોલ્લામાં વરસાદથી પરિસ્થિતિ વિકટ બને છે. મહત્વનું છે કે વરસાદને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. એનડીઆરએફની ટીમને પણ ગુજરાતના અનેક ભાગોમાં તૈનાત કરવામાં આવી છે.



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.