ભાજપના ધારાસભ્ય કેમ આટલા ગુસ્સે થઈ ગયા? માણાવદરના ધારાસભ્ય Arvind Ladaniએ તડકામાં બેસી અધિકારીઓનો કેમ લીધો ક્લાસ?


  • Published By :
  • Published Date : 2024-06-15 17:44:31

રાજ્યમાં અત્યાર સુધી કોંગ્રેસના નેતાઓનો અંતરઆત્મા જાગતો હતો અને ભાજપમાં જોડાઈ જતા હતા..  હવે તો ભાજપના ધારાસભ્યોનો પણ અંતરઆત્મા જાગ્યો છે અને ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપના જ નેતાઓ મેદાનમાં આવ્યા છે...સંજય કોરડિયા, યોગેશ પટેલ ,કુમાર કાનાણી, અમુલ ભટ્ટ પછી હવે જૂનાગઢ જિલ્લાના માણવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી પણ પ્રશાસન સામે આકરાપાણીએ થયા છે... 



ધારાસભ્ય અરવિંદ લાડાણીએ લીધો અધિકારીઓનો ઉધડો!

જૂનાગઢની માણાવદર બેઠક પર કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ પેટાચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી ધારાસભ્ય બનેલા અરવિંદ લાડાણીનો અધિકારીનો ઉધડો લેતો વીડિયો સામે આવ્યો છે... ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીને માણાવદર નગરપાલિકા વિસ્તારમાં પ્રિમોન્સુન કામગીરીને લઈ ફરિયાદો મળતા અધિકારીઓને હાજર રાખી લોકદરબાર યોજ્યો હતો. માણાવદર મામલતદાર કચેરીમાં યોજેલા લોકદરબાર સમયે ધારાસભ્ય મેદાનમાં જમીન પર જ બેસી ગયા હતા અને ચીફ ઓફિસરને પણ જમીન પર બેસાડી સવાલોનો મારો ચલાવ્યો હતો. 



જો 24 તારીખ સુધીમાં પ્રી મોનસુનની કામગીરી પૂર્ણ નહીં થાય તો... 

ધારાસભ્ય અરવિંદ લાડાણી તંત્ર સામે આકરા થયા છે. ધારાસભ્યે મામલતદાર ઓફિસે પહોંચી તડકામાં બેસી અધિકારીનો બરોબરનો ક્લાસ લીધો હતો...પાલિકાની આર્થિક સ્થિતિ કથળી હોવાના કારણે લાઈટબિલ ભરવાના નાણાં પણ ન હોવાનો ધારાસભ્યએ આક્ષેપ કર્યો હતો....માણાવદર નગરપાલિકામાં પસ્તી અને ભંગાર વેચવામાં કૌભાંડ કરાયું હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. લાડાણીએ અલ્ટીમેટમ આપતા કહ્યું હતું કે, જો 24 તારીખ સુધીમાં પ્રિમોન્સુન કામગીરી પૂર્ણ નહીં થાય તો 25 તારીખે જનતાને સાથે રાખી આંદોલન કરશે. નગરપાલિકામાં 'નાયક' અંદાજમાં રજૂઆત માટે પહોંચેલા ધારાસભ્ય જનતાના પ્રશ્નોની રજૂઆત સમયે ભાષાની મર્યાદા પણ ભૂલ્યા હતા.... 


અરવિંદ લાડાણીએ યોજ્યો લોકદરબાર

અરવિંદ લાડાણીએ કહ્યું હતું કે, માણાવદરમાં ગટર અને વોકળાની સફાઈને લઈ ફરિયાદો મળતા મામલતદાર કચેરીના મેદાનમાં લોકદરબાર યોજ્યો હતો. જેમાં નગરપાલિકાના વહીવટદાર(મામલતદાર)ને પણ હાજર રહેવા જણાવ્યું હતું પણ તેઓ હાજર રહ્યા ન હતા. ચીફ ઓફિસરે હાજરી આપી હતી. કામગીરી મોડી થવા માટે અધિકારીઓ આચારસંહિતાની વાત કરી રહ્યા છે જે વાત ખોટી છે. નગરપાલિકાના ભંગારના વેચાણમાં ભ્રષ્ટાચાર થયો છે તેની તપાસ કરાવી જરુરી પગલાં લેવડાવીશું. 24 તારીખ સુધીમાં પ્રિમોન્સુન કામગીરી પૂર્ણ કરવા કહેવામાં આવ્યું છે. અન્યથા 25 તારીખે જનતાને સાથે રાખી આંદોલન કરવામાં આવશે.



એવો જનપ્રતિનિધી હોવો જોઈએ જે... 

માણાવદરથી ગાંધીનગર સુધી ભાજપનું શાસન છે. તેમ છતા માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પ્રિમોન્સુન કામગીરીને લઈ અલ્ટીમેટમ આપવું પડ્યું છે.... એટલે એક વાત તો સ્પષ્ટ છે કે, આંદોલન કરો, વિરોધ કરો કે ક્લાસ લો તો  જ કામ થાય બાકી તો રેઢિયાળ ખાતું છે.. જેમ કરો એમ ચાલ્યે જાય... એક વાત એ પણ છે.... જ્યાં પણ ખોટુ થતું હોય ત્યાં એક એવો જનપ્રતિનિધિ હોવો જોઈએ જે ખોટુ કરતું હોય તેના કાન આમળે અને તેને સબક શીખવાડે.... જેથી પ્રજા બિચારી પરેશાન ન થાય.. અરવિંદ લાડાણી અત્યારે એ રસ્તા પર જઈ રહ્યાં છે... જનતાના સેવક બનીને કામ કરી રહ્યાં છે...અપેક્ષા એ છે કે પ્રજાની ફરિયાદોનો ઉકેલ આવે... તમે આ મુદ્દે શું માનો છો કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો..



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.