કાર્યક્રમ દરમિયાન Nitin Gadkariએ શા માટે કહ્યું - વોટ આપવો હોય તો આપો, પરંતુ... જાણો ચૂંટણી પ્રચારને લઈ શું કહ્યું તેમણે?


  • Published By :
  • Published Date : 2023-09-30 16:26:07

2024માં લોકસભાની ચૂંટણી આવવાની છે. લોકસભાની ચૂંટણી પહેલા અનેક રાજ્યોમાં વિધાનસભની ચૂંટણી આવી રહી છે. નેતાઓ, કેન્દ્રીય મંત્રી સહિત પીએમ મોદી ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. એક તરફ ચૂંટણીના ભણકારા ટૂંક સમયમાં વાગવાના છે. ચૂંટણી પ્રચારનો દોર પોતાના અંતિમ ચરણ પર પહોંચી જશે. આ બધા વચ્ચે કેન્દ્રીય રોડ મંત્રી નિતીન ગડકરીએ એક નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમ દરમિયાન નિતીન ગડકરીએ કહ્યું કે આગામી લોકસભા ચૂંટણીમાં પોતાના સંસદીય ક્ષેત્રમાં તે ના તો પોસ્ટર લગાવશે ન તો બેનર લગાવશે. જેને વોટ આપવો હશે તે એમ-નેમ આપી દેશે.

પ્રચાર દરમિયાન નહીં કરે પોસ્ટર તેમજ બેનરનો ઉપયોગ

29 સપ્ટેમ્બરના રોજ નીતિન ગડકરી મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં પહોંચ્યા હતા. ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ શરૂ કરવા. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 3695 કરોડ છે. આ કાર્યક્રમમાં હાજરી આપતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, 'મેં આ લોકસભા ચૂંટણીમાં બેનરો અને પોસ્ટર નહીં લગાવવાનો નિર્ણય કર્યો છે. ચા-પાણી પણ નહીં આપે, વોટ આપવો હોય તો આપો... નહીં તો વોટ ન આપો. તમને સામાન અને પાણી પણ નહીં મળે. લક્ષ્મીના દર્શન થશે નહીં. ન તો સ્થાનિક કે વિદેશી મળી આવશે. હું તને પૈસા ખાઈશ નહીં અને ખાવા દઈશ નહીં, પણ ઈમાનદારીથી તમારી સેવા કરીશ. મહત્વનું છે કે નાગપુર સીટથી નીતિન ગડકરી સાંસદ છે. આ સીટ પર પહેલા કોંગ્રેસનો દબદબો હતો પરંતુ હવે આ સીટ ભાજપ પાસે છે. 


મતદારો સમજદાર થઈ ગયા છે - નીતિન ગડકરી 

વધુમાં તેમણે કહ્યું કે આજકાલ મતદારો ખૂબ જ સમજદાર બની ગયા છે. તે તમામ ઉમેદવારોને ટેકો આપે છે પરંતુ તે જેને યોગ્ય ઉમેદવાર માને છે તેને મત આપે છે. લોકો વિચારે છે કે તેઓ પોસ્ટર લગાવીને અને કેટલાક પ્રલોભનો આપીને ચૂંટણી જીતે છે પરંતુ હું આ વ્યૂહરચના પર વિશ્વાસ કરતો નથી.એકવાર મેં પણ આ વ્યૂહરચના અપનાવી અને મતદારોને એક કિલો મટન વહેંચ્યું પણ હું ચૂંટણી હારી ગયો. 





મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.