રાજ્યના પોલીસ વડાએ કેમ વરઘોડો કાઢવા પર મનાઈ ફરમાવી?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-05-13 20:51:41

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.  નજીક ભૂતકાળમાં આપણે ઘણાએવા ઉદાહરણો જોયા હશે જેમાં , ગુજરાતની પોલીસ આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢે છે. આ પછી આરોપીઓની જાહેરમાં સર્વિસ થાય છે , તેમને જાહેરમાં બે હાથ જોડીને માફી મંગાવડાવામાં આવે છે. આ માટે નાયબમુખ્યમંત્રી હર્ષ સંઘવી પોતે જાહેર મંચ પરથી પોલીસની પીઠ થપથપાવી ચુક્યા છે. 

KLN Rao appointed new in-charge DGP of Gujarat Police | Ahmedabad News -  The Indian Express

તો હવે , રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે  4 પાના ભરીને વિસ્તૃત પત્ર લખીને રાજ્યના પોલીસના અધિકારીઓને ચેતવણી આપી છે. રાજ્યના પોલીસ વડા કે.એલ.એન. રાવે ગુજરાત હાઇકોર્ટના એક કેસને ટાંકીને ચેતવણી આપી છે. આરોપીની જાહેરમાં પરેડ નહીં કરાવવી, આરોપીને હિંસાત્મક ટોળાથી બચાવવો, આરોપી સાથે ગેરવર્તણૂક કરવી નહીં તેમજ આરોપીનું આત્મ સન્માન જળવાય તેવો વ્યવહાર કરવો વિગેરે વિગેરે સૂચના ડૉ. રાવે પોલીસ અધિકારીને આપી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, આરોપીના વરઘોડા અને જાહેરમાં માર મારવાની ઘટનાઓને લઈને ગુજરાત પોલીસની છબી ખરડાઈ છે અને પોલીસની સારી કામગીરી ઢંકાઈ જાય છે. પ્રજામાં પોલીસની છાપ ખરાબ ઉભી થાય છે.  આરોપીઓના માનવ અધિકારનું હનન કરનારા અધિકારી/કર્મચારી વિરૂદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની રહેશે. આ ઉપરાંત આવી ઘટનાઓમાં સિનિયર અધિકારીઓ જવાબદાર ગણાશે.ઘણાબધા હાઈપ્રોફાઈલ કેસોમાં પોલીસ આરોપીઓને ઘટના સ્થળે લઇ જઈ પંચનામું હાથ ધરે છે , તેમનો વરઘોડો કાઢે છે. આ ઉપરાંત હજારો લોકો પણ સ્થળ પર ઉમટી પડતા હોય છે. 

જેમ કે, થોડાક સમય અગાઉ , ચિરાગ ગોટીનું સુરતમાં સરઘસ કઢાયું હતું , આ પછી પાટણમાં જે ઈસમોએ પોલીસ પર હુમલો કર્યો હતો તેમનું ચાણસ્માની બજારમાં સરઘસ નીકળ્યું હતું. આ પછી સુરતમાં પાટીદાર યુવતીના કેસમાં પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું હતું. હવે , જયારે જયારે આવી કોઈક ગંભીર ગુનાની દુર્ઘટના બને કે તરત જ પીડિત પરિવાર વરઘોડો કાઢવાની વાત કરતુ હોય છે.  પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે , આ વરઘોડો માત્ર રીલમાં અટેંશન મેળવવાનું એક માધ્યમ બની ચુક્યો છે. છેલ્લે પીડિતો ન્યાય માટે વર્ષો સુધી વલખા મારતા હોય છે.




ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.

વેનેઝુએલામાં માત્ર 39 સેકન્ડમાં 7.2 અને 7.5ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા. ઓછામાં ઓછા 32નાં મોત, 700થી વધુ ઘાયલ અને કરાકાસમાં ભારે તબાહી. વાંચો સંપૂર્ણ માહિતી.

પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.