કેમ કાંતારાનો વીડિયો સોશિયલ મીડિયા પર મચાવી રહ્યો છે ધૂમ?


  • Published By :
  • Published Date : 2022-10-22 16:32:40

કર્ણાટકની ફિલ્મ કાંતારા ભારત સહિત દુનિયામાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ માત્ર 16 કરોડ રૂપિયામાં બની છે પરંતુ આ ફિલ્મે અત્યાર સુધીમાં 140 કરોડ રૂપિયાથી પણ વધારે રૂપિયાની કમાણી કરી લીધી છે. આમ તો કાંતારા ધૂમ કમાણી કરી રહી છે પણ તેમાં જે પરંપરા દેખાડવામાં આવી છે તેના કારણે આ ફિલ્મ વિવાદોમાં ફસાઈ ગઈ છે. પણ શું છે તે વિવાદ જેના કારણે કન્નડ અભિનેતા ચેતન પર ફરિયાદ કરવામાં આવી છે? શું છે વિવાદ? શું છે તે પરંપરા? શું છે ભૂતકોલા? ચાલો જમાવટ પર જાણીએ......


શા માટે વિવાદમાં ફસાઈ કાંતારા ફિલ્મ?

કન્નડ પોલીસનું કહેવું છે કે ઉડુપ્પી જિલ્લામાં કથિત રીતે હિંદુઓની ભાવના દુભાય તેવા દ્રશ્યો આ ફિલ્મની અંદર દેખાડવામાં આવ્યા છે. જેના કારણે ફરિયાદ નોંધાવાઈ છે. દક્ષિણમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે હિંદુ જાગરણ વેદિક નામનો એક સમૂહ જોડાયેલો છે. જેણે કાંતારા ફિલ્મમાં ભૂતકોલાની પરંપરા દેખાડવામાં આવી છે તેના પર અભિનેતા ચેતને જે નિવેદન આપ્યું છે તેની સામે વિરોધ નોંધાવ્યો છે. 


પણ એ ભૂતકોલા શું હોય છે?

કર્ણાટકના ગ્રામ્ય વિસ્તારના લોકો ભૂતકોલા નામની પ્રથા ઉજવે છે. ભૂતકોલા પ્રથામાં ગામના લોકો દેવની પૂજા કરે છે. પ્રથામાં પૂજા કરવામાં આવે છે અને ગામનો કોઈ વ્યક્તિ દેવની વેશભૂષા ધારણ કરે છે. માન્યતા મૂજબ આ વ્યક્તિ નૃત્ય કરે છે અને જ્યારે નૃત્ય કરે છે ત્યારે તે વ્યક્તિની અંદર આત્મા આવી જતી હોય છે. આ દરમિયાન તે વ્યક્તિ ગામના લોકોને આદેશ આપે છે અને જે આદેશ આ વ્યક્તિ આપે છે તે ભગવાનનો આદેશ માનવામાં આવે છે. કાંતારા ફિલ્મની સ્ટોરી લાઈન પણ આ પ્રથા પર જ આધારિત છે.   






અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.