Kapil Sibalએ શા માટે લખ્યું કે 'BJP નફરતનું ઈનામ આપે છે', જે સાંસદે અભદ્ર ભાષાનો કર્યો હતો ઉપયોગ તે નિભાવશે આ ભૂમિકા, જાણો


  • Published By :
  • Published Date : 2023-09-28 12:27:24

સંસદમાં જ્યારે વિશેષ સત્રનું આયોજન થયું હતું ત્યારે અનેક બિલ પાસ થયા હતા. પરંતુ સંસદમાં બીજેપીના સાંસદ રમેશ બિધૂડીએ બીએસપી સાંસદ માટે અપમાનજનક શબ્દો સંસદમાં વાપર્યા હતા. ભાષણ આપતી વખતે સાંસદ પોતાની મર્યાદા ભૂલી ગયા હોય તેવું લાગ્યું હતું. સાંસદના ભાષણ  બાદ રાજનેતાઓએ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી હતી. સાંસદ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. ત્યારે ભાજપે સાંસદ રમેશ બિધૂડીને નવી જવાબદારી સોંપી છે.ચૂંટણી પ્રભારી તરીકેની જવાબદારી તેમને રાજસ્થાનમાં આપવામાં આવી છે. 

BJP MP Abuses: ભાજપના સાંસદ રમેશ બિધૂડીએ BSP સાંસદ દાનિશ અલીને કહ્યાં  અપશબ્દ, લોકસભા અધ્યક્ષની ચેતવણી- ફરી આવું થયું તો.. - BJP MP Ramesh Bidhudi  abuses BSP MP Danish ...

રમેશ બિધૂડીને સોંપવામાં આવી રાજસ્થાનની જવાબદારી 

ભાજપના સાંસદ સંસદમાં ભાષાની મર્યાદા ભૂલ્યા હોય તેવી રીતે વિશેષ સત્રમાં ભાષણ આપ્યું હતું. બીએસપી સાંસદ માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. સાંસદ વિરૂદ્ધ પગલા લેવામાં આવે તેવી માગ વિપક્ષ દ્વારા કરવામાં આવી. પત્ર પણ લખવામાં આવ્યો પરંતુ તેમના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ભાજપ દ્વારા પણ કોઈ શિક્ષાત્મક પગલા લેવામાં આવ્યા ન હતા. અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. અલગ અલગ જગ્યાઓની જવાબદારી અલગ અલગ લોકોને આપવામાં આવી છે. ત્યારે રાજસ્થાનના ટોંકના ચૂંટણી પ્રભારી તરીકેની જવાબદારી રમેશ બિધૂડીને આપવામાં આવી છે.

ramesh bidhuri appointed as bjp election in charge of  tonk constituency rajasthan amid abusive remark row

 

ચૂંટણી પ્રભારી બનાવી દેવાતા વિપક્ષે કર્યા આકરા પ્રહાર 

રમેશ બિધૂડીને પ્રભારી તરીકેની જવાબદારી સોંપાતા વિપક્ષ દ્વારા નિશાન સાધવામાં આવી રહ્યું છે. લોકસભા સાંસદ મહુઆ મોઈત્રાએ સોશિયલ મીડિયા પર આ અંગે સરકારને ઘેરી છે. તેમણે લખ્યું કે બીજેપીએ બિધૂ઼ીને એક મુસ્લિમ સાંસદ વિરૂદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીનું તેમને ઈનામ આપવામાં આવ્યું છે. તો આ મુદ્દે જયરામ રમેશે પણ પ્રતિક્રિયા આપી છે. સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ આ બધું બકવાસ છે. તો કપિલ સિબ્બલે કહ્યું કે બીજેપીએ નફરતનું ઈનામ આપ્યું છે. 



 

શું હતો સમગ્ર મામલો?    

રમેશ બિધૂડીએ સંસદમાં ચંદ્રયાન-3ની સફળતા વિશે ચર્ચા ચાલી રહી હતી. ત્યારે તેમણે પોતાના ભાષણ કહ્યું કે પીએમને શ્રેય આપવો જોઈએ કારણ કે તેમણે કામ કર્યું છે. આ દરમિયાન સાંસદ દાનિશનો અવાજ સાંભળીને બિધૂડી ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે દાનિશને ઉગ્રવાદી કહ્યા હતા. આ બાદ ટ્વિટર પર રમેશ બિધૂડી જિંદાબાદ પણ ટ્રેન્ડ થયું હતું. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.