Vijaya Dussehraના રોજ શા માટે કરવામાં આવે છે શસ્ત્ર પૂજા? જાણો તેની સાથે કઈ પૌરાણિક કથા જોડાયેલી છે?


  • Published By :
  • Published Date : 2023-10-24 15:20:07

નવરાત્રી પર્વની ઉજવણી ધામધૂમથી કવરામાં આવી. આજે દશેરાની ઉજવણી સમગ્ર દેશમાં કરાઈ રહી છે. હિંદુ ધર્મમાં દશેરાનું સ્થાન મહત્વપૂર્ણ છે. દશેરા અર્થાત વિજયાદશમીનું ખૂબ જ મહત્વ છે. દશેરાના દિવસે રાવણ દહન તો અનેક જગ્યાઓ પર કરવામાં તો આવે છે પરંતુ તે દિવસે શસ્ત્ર પૂજાનું પણ વિશેષ મહત્વ રહેલું છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સાધનો અને શસ્ત્રોની પૂજા કરવાથી વિજયનું વરદાન મળે છે. આપણે ત્યાં આ પરંપરા વધારે પ્રચલિત નથી પરંતુ દક્ષિણ ભારતમાં આ પરંપરા આપણને જોવા મળે છે.

The Good Qualities Of Ravana, The Great King Of Lanka | రావణుడిలోని ఈ మంచి  గుణాలు మీకు తెలుసా? మరి చెడ్డవాడిగా ఎలా మారాడు?

વિજયાદશમીના દિવસે સાધનોની કરાય છે પૂજા  

આજે વિજયાદશમી... સત્યનો અસત્ય પર વિજય... ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો જેથી આ દિવસ વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે. આપણે ત્યાં આ દિવસે રાવણનું દહન કરવામાં આવે છે, રાવણના પુતળાને બાળવામાં આવે છે. પરંતુ અનેક જગ્યાઓ પર આજે શસ્ત્ર પૂજન કરવામાં આવે છે. શસ્ત્ર પૂજન એટલે પોતાના શસ્ત્રોની પૂજા કરવી. આ દિવસે તમામ સાધનોને સાફ કરી તેમની પૂજા કરવામાં આવે છે.  આ દિવસે ક્ષત્રિયો તેમના શસ્ત્રોની પૂજા કરે છે, કારીગરો તેમના સાધનોની પૂજા કરે છે, કલા સાથે સંકળાયેલા લોકો તેમના સાધનોની પૂજા કરે છે. લોકો જે કાર્ય સાથે જોડાયેલા હોય છે તેની પૂજા કરવામાં આવે છે. પહેલાના સમયમાં ક્ષત્રિય લોકો યુદ્ધમાં જવા આજનો દિવસ પસંદ કરતા હતા જેથી તેમને વિજયનું વરદાન મળે. 

Mahishasura Mardini Stotram Meaning


વિજયાદશમી સાથે જોડાયેલી છે આ પૌરાણીક કથા!

શસ્ત્ર પૂજા સાથે પૌરાણીક કથા પણ જોડાયેલી છે.. પૌરાણીક કથા અનુસાર મહીષાસુરનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો હતો અને તેનો અત્યાચાર પણ વધી રહ્યો હતો. દેવતાઓ ત્રસ્ત થઈ ગયા હતા. ત્યારે મહિષાસુરનો વધ કરવા માટે અલગ અલગ દેવતાઓએ પોતાની શક્તિ ભેગી કરી. તેમના તેજથી માતાજીની ઉત્પત્તિ થઈ. માતાજીને દેવતાઓએ તેમના દિવ્ય શસ્ત્રો તેમજ આયુધો પ્રદાન કર્યા. તે શસ્ત્રોના મદદથી દેવીએ મહિષાસુરનો વધ કર્યો હતો. શસ્ત્રોની પૂજા કરતી વખતે આ મંત્રનો જાપ કરવો જોઈએ - 


आश्विनस्य सिते पक्षे दशम्यां तारकोदये.

स कालो विजयो ज्ञेयः सर्वकार्यार्थसिद्धये

રાજનાથસિંહ તેમજ હર્ષ સંઘવીએ કરી શસ્ત્ર પૂજા

ભારતીય સેના દ્વારા પણ શસ્ત્ર પૂજા કરવામાં આવે છે. કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ દ્વારા શસ્ત્રની પૂજા કરવામાં આવી છે. અરૂણાચલ પ્રદેશમાં રાજનાથ સિંહે આર્મી જવાનો સાથે શસ્ત્ર પૂજામાં ભાગ લીધો હતો. ઉપરાંત ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ  સુરત ખાતે શસ્ત્ર પૂજા કરી પરંપરા નિભાવી હતી.




"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.