Suratના Deputy Mayor Narendra Patilના આ ફોટાઓ કેમ વાયરલ થઈ રહ્યા છે? જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-07-29 12:44:07

સુરતમાં વરસાદને કારણે જન જીવન અસ્ત વ્યસ્ત બની ગયું છે.. અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે. સુરતથી એક ખુબ ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. સુરતમાં અમુક વિસ્તારોમાં પૂર જોવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્યારે સુરતના ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ સમીક્ષા કરવા માટે પર્વત પાટિયા વિસ્તારમાં ગયા હતા. મળતી માહિતી અનુસાર પર્વત પાટિયા પાસે ડૂબી ગયેલા યુવકનો મૃતદેહ ચાર દિવસ પહેલા મળી આવ્યો હતો. મૃતદેહને બહાર કાઢ્યા બાદ ડેપ્યુટી મેયર ત્યાં આવી પહોંચ્યા હતા. રસ્તા પર પડેલા કાદવને ના ઓળંગવો પડે, તેમના કપડા ગંદા ના થાય તે માટે તે માટે તે ફાયર ઓફિસરના ખભે બેસીને તેમણે કાદવ ઓળંગ્યું હતું. ફોટો સોશિયલ મીડિયા પર થયો વાયરલ.

હસતા હસતા ફાયર ઓફિસરના ખભા પર ડે. મેયર ચઢી ગયા! 

ડેપ્યુટી મેયર સહીત મહાનગર પાલિકાના અધિકારીઓ સુરતના વિવિધ વિસ્તારોની મુલાકાતે નીકળ્યા હતા. જોકે પર્વત પાટિયા વિસ્તારમાં એક જગ્યાએ તેમને રસ્તો ઓળંગવો હતો . પણ ત્યાં કાદવ હોવાના લીધે આ રોડને પોતે પાર કરવા ના માગતા હતા. તેમણે ફાયર ઓફિસરના ખભાનો સહારો લીધો. તે ઓફિસરના ખભા પર હસતા હસતા ચઢી ગયા. સવાલ એ થાય કે ડેપ્યુટી મેયર તો ફાયર ઓફિસરના ખભે ચઢી ગયા પરંતુ સામાન્ય માણસોનું શું? 



ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં સર્જાઈ હતી પુર જેવી સ્થિતિ   

આ ફોટો વાયરલ થયા બાદ ફાયર ઓફિસરની સ્પષ્ટતા સામે આવી છે જેમાં તેમણે કહ્યું કે ડેપ્યુટી મેયરના પગમાં ઈન્ફેક્શન થયું હતું જેને કારણે  ખભા પર બેસી નિરીક્ષણ કરવા માટે ગયા હતા. ઉલ્લેખનિય છે કે પુરને કારણે અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. પાણી તો ઓસરી ગયા છે પરંતુ કાદવથી પરિસ્થિતિ બગડી છે. ત્યારે આ ફોટા વિશે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .