ટોપ-50 ડિફોલ્ટર્સે બેંકોને રૂ. 87,295 કરોડનો ચુનો લગાવ્યો, મેહુલ ચોક્સી સૌથી મોટો ડિફોલ્ટર


  • Published By :
  • Published Date : 2023-08-04 19:31:32

દેશના 50થી વધુ વિલફુલ ડિફોલ્ટરે ટોચની સરકારી બેંકોને રૂ.87,295નો ચુનો લગાવ્યો છે.જેમાં ફરાર જાહેર ખયેલા મેહુલ ચોક્સીની ગીતાંજલિ જેમ્સ, એરા એન્જિનિયરિંગ, આરઈઆઈ એગ્રો, અને એબીજી શિપયાર્ડ જેવી કંપનીનો સમાવેશ થાય છે. વિલફુલ ડિફોલ્ટર તેને કહેવાય છે જે દેવું ચૂકવવા માટે પૂરતા સંસાધનો ધરાવતો હોવા છતાં પણ લોન ભરપાઈ કરતો નથી. 


નાણામંત્રીએ રાજ્ય સભામાં આપ્યો જવાબ


નાણા રાજ્ય મંત્રી ભાગવત કરાડે એક લેખિત જવાબમાં જાણકારી આપતા કહ્યું કે રિઝર્વ બેંકે 31 માર્ચ 2023 સુધી એસબીસીમાં ટોચના 50 વિસફુલ ડિફોલ્ટર્સ પર 87,295 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી હોવાનું જણાવ્યું હતું. કરાડે જણાવ્યું હતું કે,  તેમાંથી, ટોચની 10 શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંકો (SCBs) પાસે રૂ. 40,825 કરોડ બાકી છે, છેલ્લા પાંચ નાણાકીય વર્ષ દરમિયાન 2022-23 ના નાણાકીય વર્ષ માટે ભારતીય રિઝર્વ બેંક પાસે ઉપલબ્ધ આંકડા મુજબ, SCB એ કુલ 10,57,326 કરોડની રકમ માફી કરી દીધી છે. 


કઈ કંપનીએ બેંકોનું કરી નાખ્યું?


ભાગેડુ મેહુલ ચોક્સીની ગીતાંજલિ જેમ્સ બેંકોના રૂ. 8,738 કરોડના દેવા સાથે સૌથી મોટી વિલફુલ ડિફોલ્ટર છે. તે પછી એરા ઇન્ફ્રા એન્જિનિયરિંગ લિમિટેડ રૂ. 5,750 કરોડ, REI એગ્રો લિમિટેડ રૂ. 5,148 કરોડ, એબીજી શિપયાર્ડ લિમિટેડ રૂ. 4,774 કરોડ અને કોન્કાસ્ટ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ રૂ. 3,911 કરોડ લે છે. અન્ય વિલફુલ ડિફોલ્ટ્સમાં રોટોમેક ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ રૂ. 2,894 કરોડ, વિન્સમ ડાયમંડ એન્ડ જ્વેલરી લિમિટેડ રૂ. 2,846 કરોડ, ફ્રોસ્ટ ઇન્ટરનેશનલ લિમિટેડ રૂ. 2,518 કરોડ, શ્રી લક્ષ્મી કોટસિન લિમિટેડ રૂ. 2,180 કરોડ અને ઝૂમ ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ રૂ. 26 કરોડ, છે.


2022-23માં છેતરપિંડીના 66,069 કેસ


એક અલગ જવાબમાં કરાડે જણાવ્યું હતું કે 2022-23માં છેતરપિંડીના 66,069 કેસ નોંધાયા હતા. જેના કારણે 85.25 કરોડનું નુકસાન થયું હતું. ગયા વર્ષે છેતરપિંડીના 65,893 કેસ નોંધાયા હતા. જેના કારણે 115.36 કરોડનું નુકસાન થયું હતું. તેમણે કહ્યું કે RBI ફ્રોડ ટ્રાન્ઝેક્શોને રોકવા માટે સમય સમય પર સૂચનાઓ જારી કરતી રહે છે.



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.