શું BJP Valsad Loksabha Seat પર બદલશે ઉમેદવાર? Valsad Loksabhaના Candidate Dhaval Patelનો Letter હવે થયો Viral!


  • Published By :
  • Published Date : 2024-03-25 16:18:58

ભારતીય જનતા પાર્ટી એક કેડર બેઝ પાર્ટી છે, વિચારધારા આધારિત પાર્ટી છે, શિષ્ટાચારનું જ્યાં ખુબ મહત્વ છે તેવું સામાન્ય રીતે ભાજપ માટે માનવામાં આવે છે અને પાર્ટી પોતે પોતાને કહેવડાવે પણ છે.  પણ હવે ભાજપમાં ચાલતા આંતરિક ડખા, જુથવાદની ખબરો અવારનવાર સામે આવી રહી છે. પહેલા વડોદરામાં રંજનબેન ભટ્ટ , સાબરકાંઠા પરથી ભીખાજી ઠાકોરે શનિવાર સવારે ઉમેદવારી પછી ખેંચી લીધી છે અને હવે BJPમાં ચાલતો જુથવાદનો ભમરડો ફરતો ફરતો વલસાડ લોકસભામાં પહોંચ્યો છે. વલસાડ લોકસભા સીટ માટે ભાજપે ધવલ પટેલને ટિકિટ આપી છે.   

કોંગ્રેસે અનંત પટેલને તો ભાજપે ધવલ પટેલને ટિકીટ આપી છે.. 

ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. મહત્વનું છે કે પહેલા 22 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ પરંતુ શનિવારે અચાનક બે ઉમેદવારોએ ચૂંટણી લડવાની ના પાડી દીધી. રંજનબેન ભટ્ટ તેમજ ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની ના પાડી જેને કારણે એવી ચર્ચાઓ થવા લાગી કે આવનાર સમયમાં બીજા અનેક ઉમેદવારો આ પ્રકારની જાહેરાત કરી શકે છે. વાત આખી એમ છે કે ,વલસાડ બીજેપીમાં પત્રિકા વાયરલ થયા બાદ , હવે લેટર વાયરલ થઈ રહ્યો છે. થોડા દિવસ પહેલા જ BJPએ કે.સી.પટેલને કાપી ધવલ પટેલને ટિકિટ આપી છે. આ વલસાડ લોકસભા ST અનામત બેઠક છે. સામે કોંગ્રેસ પાર્ટીએ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને ટિકિટ આપી છે. 


કોંગ્રેસ અને ભાજપ વચ્ચે થયા છે શાબ્દિક પ્રહાર! 

હવે વાત કરીએ આ વાયરલ લેટરની તો તેમાં વલસાડના ઉમેદવાર ધવલ પટેલને બદલવાની વાત છે જે બતાવે છે કે ધવલ પટેલનો કાર્યકરોમાં વિરોધ હજુ યથાવત છે. વલસાડ જિલ્લામાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે પ્રચાર દરમિયાન ભાજપ કોંગ્રેસ બંને એકબીજા પર શાબ્દિક પ્રહારો કર્યા છે. તેવામાં લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર બદલાશે તેવી લોકચર્ચા એ જોર પકડ્યું છે. 



ઉમેદવાર બદલાશે તેને લઈ પત્રિકા વાયરલ થઈ!

આ બધા વચ્ચે ઉમેદવાર બદલવાને લઈને જે પત્રિકા વાઇરલ થઈ છે  તેનાથી વલસાડ જિલ્લામાં  રાજકારણ ગરમાયું છે. BJP અને કોંગ્રેસે એકબીજા પર શું કર્યા છે આક્ષેપો તેની વાતો કરીએ તો કોંગ્રેસ પાર્ટીની તો કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપના આંતરિક જૂથવાદને લઈને ભાજપના જ કાર્યકરોએ આ પત્રિકા વાયરલ કરી છે. ત્યારે સામે ભાજપનો કોંગ્રેસ પર આક્ષેપ છે કે, કોંગ્રેસ ડરી ગઈ છે અને બેકફુટ પર આવી ગઈ છે. જેને લઈ તેઓ આ પ્રકારનું કૃત્ય કરી પત્રિકા વાયરલ કરે છે. 


ભાજપ તરફથી આપવામાં આવ્યું સ્પષ્ટીકરણ

તો આ તરફ  ભાજપ જિલ્લા પ્રમુખનું નિવેદન પણ સામે આવ્યું છે કે કોઈ ઉમેદવાર બદલાશે નહીં. કોંગ્રેસ માત્ર હવામાં વાતો કરે છે ને લોકોમાં ભ્રમ ફેલાવે છે. વલસાડ બેઠક પર ભાજપનો ઉમેદવાર નહિ બદલાય. ભાજપના નેતૃત્વએ જે નક્કી કર્યું છે તે જ રહેશે અને ધવલ પટેલ માટે અમે સંપૂર્ણ મહેનત કરી તેમને કેન્દ્રમાં મોકલીશું. તો બીજી તરફ કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલે આક્ષેપ કર્યા હતા કે, ધવલ પટેલ પોતાના ગામમાં જ પોલીસ પ્રોટેક્શન સાથે ફરે છે, સભાઓ યોજે છે ત્યારે ધવલ પટેલનો વળતો  જવાબ મળ્યો કે અમારા ગામમાં મારા પરિવાર અને મારા લોકોનું મને ભરપૂર સમર્થન મળી રહ્યું  છે. આમ  બંને રાજકીય પક્ષોએ એકબીજા પર આક્ષેપો કર્યા છે.




વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

એક મહિનામાં સિંહના હુમલા અને શંકાસ્પદ હુમલામાં ઓછામાં ઓછા સાત લોકોનાં મોત! અમરેલીથી લઈને ગિરનાર સુધી માનવ–સિંહ સંઘર્ષ કેમ વધી રહ્યો છે? સિંહ બદલાયો છે કે તેની આસપાસની ઇકોલોજી અને માનવીય પ્રવૃત્તિઓ બદલાઈ છે? વાંચો Jamawatનો વિશેષ અહેવાલ.

ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.