Junagadhમાં Rajesh Chudasma સામે Vimal Chudasamaના પત્નીને કોંગ્રેસ મેદાને ઉતારશે? સાંસદનો વિરોધ કેમ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-28 19:08:36

લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ ઉમેદવારોએ પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે પણ કોંગ્રેસને હજુ ઘણી બધી બેઠક માટે યોગ્ય ઉમેદવાર નથી મળી રહ્યા તેવું લાગી રહ્યું છેે. આ બધાની વચ્ચે જુનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમા સામે વિમલ ચુડાસમાના પત્ની જલ્પાબેન ચુડાસમાને ચૂંટણી મેદાનમાં ઉતારવાની વાત થઈ રહી છે. 


જલ્પાબેન ચુડાસમાને ટિકીટ આપવા માટે કરાઈ માગ! 

સોશિયલ મીડિયા પર એક મેસેજ ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાના પત્ની જલ્પા ચુડાસમાને ટિકીટ આપવાની માંગ થઈ રહી છે. જલ્પા ચુડાસમા ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે ચૂંટાયેલા છે. વાયરલ ફોટોમાં સ્પષ્ટ લખ્યું છે જૂનાગઢ લોકસભા ચૂંટણી અંતર્ગત કોંગ્રેસ પક્ષ માટે પ્રબળ ઉમેદવાર તરીકે માત્ર એક જ વિકલ્પ છે જલ્પાબેન વિમલભાઈ ચુડાસમા. કારણ કે છેલ્લા 10 વર્ષથી ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા આપી વિકાસલક્ષી વિવિધ કાર્યો કરી સમગ્ર જિલ્લામાં સારુ એવું વર્ચસ્વ ઉભુ કરેલ છે. 

 Rajesh Chudasama

ભાજપ દ્વારા આપવામાં આવી છે રાજેશ ચુડાસમાને ટિકીટ!  

જુનાગઢ બેઠક પર ભાજપે કોળી સમુદાયમાંથી રાજેશ ચુડાસમાને ટિકીટ આપ્યા બાદ હવે કોંગ્રેસમાંથી જલ્પા ચુડાસમાને ટિકીટ આપવાની માંગ થઈ રહી છે. જો ત્યાં જલ્પા બેનને ટિકીટ આપવામાં આવે છે તો ત્યાં ચુડાસમા vs ચુડાસમાની જંગ થશે. હાલ રાજકોટ, સુરેન્દ્રનગર અને જુનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસ મુરતીયાઓ પર મંથન ચાલી રહ્યું છે. જ્યારે ભાજપે વિમલ ચુડાસમાને ફરી પસંદ કર્યા છે. એમની વાત કરીએ તો રાજેશ નારણભાઈ ચુડાસમા ગુજરાતની કોળી જ્ઞાતિમાંથી આવે છે. હાલ તેઓ જૂનાગઢ-ગીર સોમનાથથી સંસદસભ્ય છે. પહેલા ઉત્તર ગુજરાત વિધાનસભાના સભ્ય પણ હતા 2012માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જૂનાગઢ જિલ્લાના માંગરોળમાંથી ચૂંટાયા હતા.રાજેશ ચુડાસમા વર્ષ 2014માં સૌથી નાની વયના સાંસદ બન્યા હતા. 


રાજેશ ચૂડાસમાના વિરોધમાં સોશિયલ મીડિયા પર મેસેજ થઈ રહ્યા છે વાયરલ! 

જો આ બેઠકના જાતિગત સમીકરણો સમજીએ તો આ વિસ્તારમાં કોળી જ્ઞાતિના મતદારો સૌથી વધારે છે. આ સાથે લઘુમતી, દલિત, આહીર, પાટીદાર અને બક્ષીપંચમાંથી કોળી જ્ઞાતિ સિવાયની અન્ય બક્ષીપંચ જ્ઞાતિઓના મતદારો પણ ખૂબ મોટી સંખ્યામાં છે. પાછલી બે ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા કોળી સમાજના ઉમેદવારોને મેદાને ઉતારીને લોકસભા બેઠક કબજે કરવા માટે રણનીતિ બનાવી હતી. જેમાં ભાજપ સફળ રહી પણ આ વખતે સૂર બદલાયા છે કારણકે રાજેશ ચુડાસમાના વિરોધમાં મેસેજો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે લોહાણ સમાજ વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ બેઠક જીતવી ભાજપ માટે પણ સહેલી નથી બનવાની.



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.