વાવમાં કોંગ્રેસનું 'ગુલાબ' ખિલશે કે ભાજપનું 'કમળ'? બંને પક્ષે ઉમેદવારો કર્યા જાહેર


  • Published By :
  • Published Date : 2024-10-25 17:01:18

ગેનીબેન ઠાકોર અનેક વખત ચર્ચામાં રહે છે.. પરંતુ છેલ્લા થોડા દિવસોથી વાવ બેઠકની ચર્ચા થઈ રહી છે કારણ કે આ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે.. ગેનીબેન ઠાકોર વાવ વિધાનસભા બેઠકના ધારાસભ્ય હતા પરંતુ તે સાંસદ બની ચૂક્યા છે જેને કારણે તે બેઠક ખાલી પડી હતી અને ત્યાં હવે પેટા ચૂંટણી યોજાવાની છે.. કોંગ્રેસ તેમજ ભાજપ તરફથી કોણ ઉમેદવાર હશે તેના પર સૌ કોઈની નજર હતી ત્યારે આજે બંને પાર્ટીએ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે... કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને ટિકીટ આપી છે જ્યારે ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકીટ આપી છે... 

કયા ઉમેદવારની થશે જીત?

આજે વાવ બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવાનો અંતિમ દિવસ હતો.. પાર્ટી કોને ટિકીટ આપે છે તેની પર સૌ કોઈની નજર હતી.. બંને પાર્ટી દ્વારા સસ્પેન્સ જાણે રાખવામાં આવ્યું હોય તેવું લાગ્યું.. ભાજપમાં અમીરામ આશલ સિવાય ભાજપમાંથી અન્ય 4 દાવેદારોનાં નામ આગળ ચાલી રહ્યાં હતાં.... પૂર્વ સાંસદ પરબત પટેલના પુત્ર શૈલેષ પટેલ, 2022ની ચૂંટણીમાં ગેનીબેન સામે હારનો સામનો કરનારા સ્વરૂપજી ઠાકોર, વાવના રાજવી પરિવારના ગજેન્દ્રસિંહ ચૌહાણ અને અલ્પેશ ઠાકોરના નજીકના ગણાતા મુકેશ ઠાકોરનું નામ ચર્ચાઇ રહ્યાં હતા પણ ટિકિટ સ્વરુપજીને મળી છે... તો કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપુતને ટિકીટ આપવામાં આવી છે.. ત્યારે જોવાનું રહ્યું કે કયા ઉમેદવારની જીત થાય છે? 



અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.

વેનેઝુએલામાં માત્ર 39 સેકન્ડમાં 7.2 અને 7.5ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા. ઓછામાં ઓછા 32નાં મોત, 700થી વધુ ઘાયલ અને કરાકાસમાં ભારે તબાહી. વાંચો સંપૂર્ણ માહિતી.