Gujaratમાં પડશે ઠંડી કે આવશે કમોસમી વરસાદ? જાણો હવામાનને લઈ શું કહે છે હવામાન વિભાગની આગાહી અને Ambalal Patelની આગાહી?


  • Published By :
  • Published Date : 2024-02-03 15:34:31

રાજ્યમાં ઉનાળાની શરૂઆત ધીમે ધીમે થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. વહેલી સવારે તેમજ રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળતો હોય છે. બપોરના સમયે પંખો ચાલૂ કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તાપમાનમાં વધારો થઈ રહ્યો છે જેને લઈ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે કારણ કે વહેલી સવારે એટલો રસ્તો ધુમ્મસથી ઢંકાઈ જતો હોય તેવું લાગે છે. ત્યારે આગામી દિવસોમાં કમોસમી વરસાદ પણ આવી શકે છે તેવું અનુમાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. અનેક જગ્યાઓ પર વરસાદ વરસી શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.



ક્યાં કેટલું તાપમાન નોંધાયું?  

ઠંડીનું જોર ઘટી રહ્યું છે અને ગરમીનો અહેસાસ થવાની શરૂઆત થઈ ગઈ છે તેવું લાગી રહ્યું છે. રાજ્યના તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે જેને કારણે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. બપોરના સમયે લાગતો તડકો હવે મીઠો નહીં પરંતુ તીખો લાગે છે. બપોરના સમયે પંખો ચાલું રાખતા લોકો થઈ ગયા છે. જો શુક્રવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 16 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ગાંધીનગરનું તાપમાન 14.6 ડિગ્રી પર પહોંચ્યું હતું, સુરતનું તાપમાન 19.5 પર જ્યારે વલસાડનું તાપમાન 15.4 નોંધાયું હતું. જે જગ્યા ગુજરાતની સૌથી વધારે ઠંડી માનવામાં આવતી હતી તેનું તાપમાન 15 ડિગ્રી નોંધાયું છે. અમે વાત કરી રહ્યા છીએ નલિયાની. નલિયાનું તાપમાન સૌથી ઓછું હોય છે પરંતુ ત્યાનું તાપમાન પણ વધી રહ્યું છે. ભુજનું તાપમાન 17.8 ડિગ્રી નોંધાયું છે. 


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે આ આગાહી 

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આવનારા ત્રણ દિવસ તાપમાન આવું જ રહેશે તે પછી તાપમાન થોડું નીચું રહેશે જે બાદ ફરીથી તાપમાનમાં વધારો થશે. શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ વરસ્યો હતો જેને લઈ ખેડૂતોને રડવાનો વારો આવ્યો હતો. અનેક વખત માવઠાને કારણે પાક નિષ્ફળ ગયા છે ત્યારે આગામી દિવસોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ સહન કરવા માટે તૈયાર રહેવું પડશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. કાકાની આગાહી પ્રમાણે 3થી 5 ફ્રેબ્રુઆરી વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે જેની અસર ગુજરાતના વાતાવરણ પર પડશે.  અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે તેવું આગાહી હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે