ગરબાની મજા બગાડશે મેઘરાજા ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 11:10:30

 

ગરબાની મજા બગાડશે મેઘરાજ ?

આજથી નવરાત્રી શરૂ થઈ ગઈ છે. નવરાત્રીને લઈને  ખેલૈયાઓમાં ઉત્સાહનો માહોલ છે. ત્યારે નવલા નોરતાના પહેલાજ દિવસે કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે બપોર બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઝાપટા પડ્યા છે. નવરાત્રીના પહેલા જ દિવસે વરસાદ  વરસતા ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી રહી છે, તો આયોજકોમાં પણ ચિંતાનો માહોલ છવાયો છે.

 

પહેલાજ નોરતે વરસાદ

નવરાત્રીના પહેલાજ દિવસે અમદાવાદ, વડોદરા, સુરત, અમરેલીના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદની વાત કરીએ તો પહેલા જ નોરતે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદ પડ્યો છે. અમદાવાદના હાટકેશ્વર, ખોખરા, મણિનગર, અમરાઈવાડીમાં વરસાદ  ખાબક્યો છે. સાથે સુરત શહેર અને બારડોલીમાં હળવા ઝાપટા પડ્યા છે. વડોદરાના ઓ.પી. રોડ, અલકાપુરી, રેસકોર્સ, ઇલોરા પાર્ક, સુભાનપુરામાં વરસાદ  પડ્યો. આજે પ્રથમ નોરતામાં અમરેલીના ખાંભા શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ  વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા.

 

સામાન્ય વરસાદની આગાહી:- હવામાન વિભાગ

હાલ હવામાન વિભાગની આગાહી મુજબ નવરાત્રીમાં સામાન્ય વરસાદ રહશે નવરાત્રીના દિવસો દરમ્યાન જ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ  દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ બનશે.

 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે