લાખો બાળકોને ભૂખ્યા રહેવાનો વારો આવશે? મધ્યાહન ભોજન માટે અનાજની ઘટ, અનેક મહિનાઓથી નથી પહોંચ્યો અનાજનો જથ્થો


  • Published By :
  • Published Date : 2023-10-13 14:46:19

વાઈબ્રન્ટ ગુજરાત મામલે સમાચાર આવ્યા છે કે રાજ્યના મધ્યાહન  ભોજન કેન્દ્રોમાં અનાજના જથ્થા પૂરા થઈ રહ્યા છે. આ મામલે ગુજરાતના શિક્ષણમંત્રી કુબેર ડિંડોરને પણ ગુજરાત મધ્યાહન ભોજન કર્મચારી મંડળના પ્રમુખે ધ્યાન દોર્યું છે કે જો અનાજ આપવામાં નહીં આવે તો પછી મધ્યાહન ભોજનના અનેક કેન્દ્રો બંધ કરવા પડશે અને જો એવું થશે તો નાના બાળકો ભૂખ્યા રહેશે. ગુજરાતના શિક્ષણ વ્યવસ્થાના વધુ એક મુદ્દા વિશે બોલવું અને લોકો સુધી માહિતી પહોંચાડવી એટલા માટે અતિ જરૂરી છે કારણ કે જો આજ નહીં તો ક્યારેય નહીંની સ્થિતિ થઈ જશે.  

રાજકોટ જિલ્લામાં આજથી શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના શરુ, બાળકોને મેનુ મુજબ  અનાજની ફાળવણી જ થઇ નથી | In Rajkot district, the mid-day meal scheme has  started in schools from ...

લાખો બાળકોના મોઢાનો કોળિયો છીનવાઈ જશે... 

સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતના મધ્યાહન ભોજનનો જથ્થો પૂરો થઈ રહ્યો છે. જો હવે જથ્થો આપવામાં નહીં આવે તો પરિસ્થિતિ એવી થશે કે શાળામાં ભણતા ભૂલકાઓ ભુખ્યા રહેશે. વાત એમ છે કે ઘણા બધા જિલ્લાઓમાં ઓક્ટોબર મહિનાનો જથ્થો હજુ સુધી પહોંચ્યો નથી. અનેક જિલ્લામાં દાળ ખતમ થઈ ગઈ છે અને અમુક જિલ્લામાં હજુ જથ્થો પહોંચવાનો જ બાકી છે. આના કારણે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે જો દાળ અને અનાજ પહોંચાડવામાં નહીં આવે તો ગુજરાતના અનેક મધ્યાહન કેન્દ્રો બંધ થઈ જશે. અને જો આવું થશે તો લાખો બાળકોના મોઢાનો કોળિયો છીનવાઈ જશે. 

બાળકોને ભોજન મળે તે હતો યોજનાનો હેતુ

આપણે જાણીએ કે એવું કહેવામાં આવે છે કે મધ્યાહન ભોજન શરૂ કરવા પાછળનું કારણ એવું હતું કે નાના બાળકો શાળામાં ભણવા આવે. પહેલા છોકરાઓ ભણવા નહોતા આવતા. પરિસ્થિતિ ગરીબ હોવાના કારણે મા બાપ છોકરાઓને કામ કરવા માટે લઈ જતા હતા કે એક ટંક જમવાનું થઈ રહે. પછી સરકારે વિચાર્યું કે બાળકોને કામ કરાવીને માબાપ રોટી માટે મહેનત કરે છે તો બાળકોને શાળામાં જ જમવાનું આપી દેવામાં આવે તો કેવું રહે? એટલે છોકરાઓ ભણવા પણ આવશે અને તેમને જમવાનું પણ મળી રહેશે. અને પછી શરૂ થાય છે મધ્યાહન ભોજન. આવી વાતો કહેવામાં આવે છે. 

Mid Day Meal: છેલ્લા એક મહિનાથી મધ્યાહન ભોજનમાંથી તુવેર દાળ ગાયબ, પુરવઠા  મામલતદારે કર્યો ખુલાસો,  tuvardal-missing-from-mid-day-meal-for-the-last-one-month-supply-manager-revealed

કુપોષણમાં ગુજરાત બીજા રાજ્યોની તુલનામાં આગળ છે!

એક તો ગુજરાતમાં બીજા રાજ્યોની તુલનામાં કુપોષણ ખૂબ વધારે છે એવું સંસદમાં જ મંત્રી દ્વારા બોલવામાં આવે છે અને બાળકોને પૌષ્ટિક આહાર આપતી મધ્યાહન ભોજન યોજના જ બંધ કરી દેવામાં એવી પરિસ્થિતિ ગુજરાતમાં પેદા થશે તો તમે શિક્ષણની વ્યવસ્થા ક્યાં લઈ જઈ રહ્યા છો એ મામલે એકવાર વિચારવું પડશે. સરકાર એટલા માટે છે કારણ કે લોકોની સુખાકારી થાય. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.