ફરી ઉઠશે INDIA Vs BHARATનો મુદ્દો? G-20માં પીએમ મોદીના ટેબલ પર INDIAની જગ્યાએ લખાયું BHARAT, શું રાજનીતિ ગરમાશે?


  • Published By :
  • Published Date : 2023-09-09 12:42:06

એક તરફ દેશને કયા નામથી બોલાવવામાં આવે તેને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે. BHARAT અને INDIAને લઈ ઘમાસાણ ચાલી રહ્યું છે. જી-20ને લઈ રાષ્ટ્રપતિ ભવન ખાતેથી આપવામાં આવેલા આમંત્રણ પત્ર પર પ્રેસિડન્ટ ઓફ ભારત લખવામાં આવતા આ મુદ્દો ગરમાયો હતો. દેશનું નામ બદલવામાં આવશે તેવી વાતોએ જોર પકડ્યું છે. રાજનીતિ ગરમાઈ રહ્યું છે.   


પીએમ મોદીની સીટ આગળ લખવામાં આવ્યું છે ભારત 

પરંતુ આ મામલે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે દેશનું નામ નહીં બદલવામાં આવે, આવી ચર્ચાઓ કરવાનો કોઈ મતલબ નથી પરંતુ આજે ફરીથી આ મુદ્દો ઉઠ્યો છે કારણ કે જી-20 સમિટથી એક તસવીર સામે આવી છે જેને લઈ નામને લઈ ચર્ચા ઉઠી છે. જે તસવીર સામે આવી છે તેમાં પીએમ જે જગ્યા પર બેઠા છે તેની આગળ ભારત લખવામાં આવ્યું છે. પીએમ મોદીની સીટ આગળ એક પ્લેટ મૂકવામાં આવી છે જેમાં ભારત લખવામાં આવ્યું છે.   


રાહુલ ગાંધીએ ઉઠાવ્યો હતો નામનો મુદ્દો 

મહત્વનું છે કે હાલ દેશમાં ભારત અને ઈન્ડિયાને લઈ ચર્ચાઓ થઈ રહી છે. વિપક્ષનો એવા દાવો છે કે ઈન્ડિયા અયાન્સને કારણે સરકાર ડરી ગઈ છે. એટલે દેશનું નામ બદલવાનો પ્રયાસ કરી રહી છે. ગઈકાલે રાહુલ ગાંધીએ પણ આ મામલે પોતાના સંબોધનમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો. આમંત્રણ પત્રિકા જેમાં પ્રેસિડન્ટ ઓફ ભારત લખવામાં આવ્યું છે તે સામે આવતા અલગ અલગ નેતાઓએ પ્રતિક્રિયા આપી હતી. 


ભારત લખાતા જયરામ રમેશે આપી હતી પ્રતિક્રિયા 

કોંગ્રેસના નેતા જયરામ રમેશે આ મુદ્દે આશંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે તો શું આ સમાચાર સત્ય છે રાષ્ટ્રપતિ ભવને 9 સપ્ટેમ્બરના રોજ જી20 ડિનર માટે સામાન્ય રીતે 'President of India' ની જગ્યાએ  'President of Bharat'ના નામ પર આમંત્રણ મોકલ્યું છે. હવે બંધારણમાં અનુચ્છેદ 1 માં વાંચવામાં આવશે, જે India હતું. રાજ્યોનો એક સંઘ હશે. પરંતું હવે આ રાજ્યોના સંઘ પર પણ હુમલો થઈ રહ્યો છે. તે સિવાય અરવિંદ કેજરીવાલે પણ પ્રતિક્રિયા આપી હતી. ત્યારે જોવું રહ્યું કે આ મામલે આગળ શું રાજનીતિ ગરમાય છે.  



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?