આજે મેચને વરસાદનું વિઘ્ન નડશે કે નહીં?,અંબાલાલ કાકાએ આગાહી કરી કે વિધિવત રીતે કઈ તારીખથી ચોમાસું શરૂ થશે?


  • Published By : Payal rathod
  • Published Date : 2023-05-29 17:53:21

હાલ રાજ્યમાં જેવુ વાતાવરણ છે તે જોઈને ખબર નથી પડતી કે ઉનાળો છે કે ચોમાસું ગઈ કાલે અમદાવાદમાં ભારે કરા સાથે વરસાદ પડ્યો અને તેના કારણએ IPL ફાઇનલ રદ થઈ લોકોને ખેડૂતોના પાકને કેટલું નુકશાન થયું તેના કરતાં પણ વધારે ફાઇનલ ન જોવા મળી તેનું દુખ હતું પણ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL ફાઇનલ રમાવાની છે પણ આજે પણ મેઘરાજ વિધ્ન ઊભું કરશે કે નહીં તે અંબાલાલ કાકાએ કહી દીધું છે. 



IPL જોવા જાવતો  રેઈનકોટ પહેરી જજો 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલએ આગાહી કરી છે આજે એટલે 29 મેના દિવસે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે ગઈ કાલે ભારે વરસાદના કારણએ મેચ રદ કરવી પડી હતી તો આજે પણ વરસાદ વિઘ્ન બની શકે છે માત્ર આજે જ નહીં પણ કાલે એટલે 30મેએ પણ વરસાદ પડવાની સંભાવના છે અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે, વેસ્ટર્સ ડિસ્ટર્બન્સના કારણે આ વરસાદ થઈ રહ્યો છે.




28 મેથી 4 જૂન સુધી વરસાદ રહેશે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના ઘણા ભાગમાં ચક્રવાતની અસર થઈ શકે છે. 28 મેથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં ચક્રવાત સર્જાશે. અરબ સાગરમાં મધ્ય પ્રકારનું ચક્રવાત સર્જાશે. ચક્રવાતને કારણે ગુજરાતના ઘણા વિસ્તારમાં વરસાદ થઈ શકે છે. અંબાલાલ પટેલ અનુસાર, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. કચ્છ, દક્ષિણ ગુજરાતમાં ફરી માવઠું થઈ શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં માવઠું થઈ શકે છે.અને પછી 4 જૂન પછી થોડો સમય વરસાદનું ચક્ર શાંત રહેશે  ત્યાર બાદ ચોમાસાની શરૂવાત થશે. 

પશ્ચિમ તરફથી જેટ સ્ટ્રીમ ભારતમાં કેવી રીતે આગળ વધે છે, તે આ નકશાની મદદથી સમજી શકાય છે. (તસવીર સૌજન્ય-ભારતીય હવામાન વિભાગ)


ચોમાસું કેમ વહેલું આવશે?

ગુજરાતમાં ચોમાસા પહેલા વાવાઝોડું ત્રાટકશે. 4થી 7 જૂનની વચ્ચે ગુજરાતમાં વાવાઝોડુ આવવાની શક્યતા છે. રોહિણી નક્ષત્રને કારણે વાતાવરણે કરવટ બદલી છે, જેને કારણે આંધી અને દરિયામાં તોફાન આવશે.  રાજ્યમાં ચોમાસાને લઈને આગાહી કરતા જણાવ્યું કે, અંદમાન નિકોબરથી આજે ચોમાસું આગળ વધી શકે છે. તેમજ અંદામાનમાં સ્થિર થયેલું ચોમાસું પહેલી જૂને કેરળમાં પ્રવેશ કરી શકે છે.

નકશામાં દર્શાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રીતે ભારતના વાતાવરણને પ્રભાવિત કરે છે. (તસવીર સૌજન્ય-ભારતીય હવામાન વિભાગ)


ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .