જ્ઞાનવાપી મસ્જિદનું સત્ય સામે આવશે? ASI સર્વેની રિપોર્ટ થશે જાહેર, હિંદુ પક્ષની માગ પર કોર્ટે કર્યો આદેશ


  • Published By :
  • Published Date : 2024-01-25 14:49:02

ઉત્તર પ્રદેશના વારાણસીમાં જ્ઞાનવાપી પરિસરમાં કરવામાં આવેલા ASI સર્વેની રિપોર્ટ થોડા સમયમાં જ જાહેર થઈ શકે છે. બુધવારે જિલ્લા જજે આદેશ આપ્યો છે કે ASI સર્વેની રિપોર્ટ હિંદુ અને મુસ્લિમ પક્ષને આપવામાં આવશે. ASIએ 18 ડિસેમ્બરે સીલ બંધ કવરમાં આપવામાં આવેલી રિપોર્ટ કોર્ટમાં રજુ કરવામાં આવી હતી. હિંદુ પક્ષ દ્વારા તે સમયે જ કોર્ટમાંથી સર્વે રિપોર્ટ આપવામાંની માગ કરવામાં આવી હતી. જો કે મુસ્લિમ પક્ષે આ અંગે વાંધો દર્શાવ્યો હતો. ASIએ પણ 4 સપ્તાહ સુધી રિપોર્ટને જાહેર કરવાનો આગ્રહ કર્યો હતો. 


શું કહ્યું હિંદુ પક્ષના વકીલે?


કોર્ટે ASI સર્વેનો રિપોર્ટ જાહેર કરવાનો આદેશ આપ્યો ત્યાર બાદ હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે એક વખત તેમને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાના રિપોર્ટની કોપી મળી ગયા બાદ તે તેનો અભ્યાસ કરશે. તેમણે કહ્યું કે જિલ્લા અદાલતનો આદેશ મળી ગયો છે, બંને પક્ષોની અરજીને સ્વિકારી લેવામાં આવી છે. બંને પક્ષ પ્રમાણિત કોપી માટે અરજી કરી શકે છે. ત્યાર બાદ તે કોપીઓ તેમને સોંપી દેવામાં આવશે. જૈને વઘુમાં જણાવ્યું કે આદેશ સાથે કોઈ શરત રાખવામાં આવી નથી. કોર્ટના હુકમ તે સ્પષ્ટ કર્યું છે કે બંને પક્ષોને કોઈ પણ પ્રકારની શરત વગર જ ઓરીજનલ કોપીઓ માટે અરજી કરવી જોઈએ. તેમણે કહ્યું કે જો કોઈ વાંધો રજુ કરવાની જરૂર પડે તો અમે કોર્ટમાં તે નોંધાવીશું. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે