શિયાળાની શરૂઆત થતા નળસરોવરમાં વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થયું


  • Published By :
  • Published Date : 2022-10-26 11:39:31

દિવાળીના સમયમાં લોકો જેમ ફરવા જાય છે તેમ પક્ષીઓ પણ સ્થાળાંતર કરતા હોય છે. શિયાળાની ઋતુ દરમિયાન વિદેશી પક્ષી નળસરોવરમાં આવી સમય કાઢતા હોય છે. નળસરોવર ખાતે આવી વિદેશી પક્ષીઓ સમય વિતાવતા હોય છે. શિયાળાની ઋતુમાં નળસરોવર ખાતે મોટી સંખ્યામાં વિવિધ પ્રકારના તેમજ વિદેશી પક્ષીઓ જોવા મળતા હોય છે. આ વર્ષે એવું માનવામાં આવી રહ્યું છે કે સમય કરતા પહેલા પક્ષીઓ નળસરોવર આવી શકે છે. 

વિદેશી પક્ષીઓનું સ્વર્ગ ગણાતા ખીજડીયા પક્ષી અભયારણ્યને પ્રવાસીઓ માટે  ખુલ્લું મુકાયું

સમય કરતા પહેલા આવી રહ્યા છે પક્ષી

અમદાવાદના નળસરોવરમાં શિયાળાના સમય દરમિયાન ફ્લેમિંગો, પિનટેઈલ વગેરે પક્ષીઓ આવતા હોય છે. ત્યારે આ વખતે આ પક્ષીઓ હમણાંથી આવી ગયા છે. સામાન્ય રીતે આ પક્ષીઓ ફેબ્રુઆરી મહિનામાં નળસરોવર ખાતે આવતા હોય છે. અને શિયાળાની ઋતુ નળસરોવરમાં વિતાવે છે. આ વર્ષે પાણીનું સ્તર પક્ષીઓ માટે અનુકુળ છે જેને કારણે પક્ષીઓને ખાવાનું શોધવામાં તકલીફ નહીં પડે. 

ગુજરાત નુ મોટા માં મોટુું સરોવર,જે ને દુનિયા પક્ષી અભયારણ્ય તરીકે ઓળખે છે  ,એ નળસરોવર માં વિદેશી યાયાવર પક્ષીઓ ઓનું આગમન? નળસરોવર વિશે વધુ ...

આ વર્ષે અંદાજીત 140 જાતના પક્ષીઓ નળસરોવર આવી શકે છે

આ વર્ષે ગુજરાતમાં સરેરાશ ઘણો સારો વરસાદ પડ્યો છે. પરંતુ નળસરોવરની જળ સપાટીમાં મોટો ફેરાફાર નથી થયો. આ વખતે પૂરતા પ્રમાણમાં પાણીનું સ્તર જોવા મળી રહ્યું છે. પાછલા અનેક વર્ષો પછી એવું બનશે કે પાણીનું સ્તર પક્ષીઓ માટે અનુકુળ હશે. આ વખતે મોટી સંખ્યામાં પક્ષીઓ જોવા મળી શકે છે. આ વખતે અંદાજીત 140 જાતના પક્ષીઓ જોવા મળી શકે છે. 

નળ સરોવર - વિકિપીડિયા

પ્રવાસન સ્થળ તરીકે વિકસી રહ્યું છે નળસરોવર

દિવાળી સમયે પક્ષીઓનું આગમન થતા લોકો ફરવા માટે નળસરોવર પસંદ કરે છે. પક્ષીઓને જોવા મોટી સંખ્યામાં લોકો નળસરોવરની મુલાકાત લેતા હોય છે. લોકોમાં વિદેશી પક્ષીઓને જોવાની અલગ ચાહના હોય છે. એમ પણ દિવાળીના સમયે લોકો ફરવા જવા માટે જગ્યાઓની શોધ કરતા હોય છે. ત્યારે અનેક લોકો નળસરોવરની પસંદગી કરે છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે