મોડાસા નજીક પોલીસ વાન અને દારૂ ભરેલી કાર વચ્ચે ટક્કર, મહિલા PI ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-03-19 21:12:32

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે આ હકીકત કોઈનાથી અજાણી નથી. રાજ્યના દરેક ગામ અને શહેરમાં છુપી રીતે દારૂનું વેચાણ થાય જ છે. પોલીસ કેટલીક વખત બાતમીના આધારે કાર્યવાહી કરી ફરજ બજાવ્યાનું આશ્વાસન લે છે. આવી જ એક ઘટના અરવલ્લી જિલ્લાના મોડાસામાં સામે આવી છે. 


મહિલા PIએ ઝડપી કાર


આજે રવિવારે સવારે મોડાસા સ્ટેટ હાઈવે પર  શામળાજી તરફથી દારૂ ભરેલી કાર આવતી હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલના મહિલા પોલીસ ઈન્સપેક્ટર એન.એચ. કુંભાર અને તેમની ટીમે દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી. પોલીસને જોઈને આરોપીએ સ્થળેથી નાસી છૂટવાની કોશિશ કરી હતી. જો કે વિજિલન્સ પોલીસે પણ ગુનેગારોને પકડવા ફિલ્મી ઢબે બુટલેગરોનો પીછો કર્યો હતો. 


મહિલા PI અને પોલીસકર્મી ઘાયલ


પોલીસે જ્યારે તે કારનો પીછો કર્યો ત્યારે બુટલેગરની કાર અને પોલીસની ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં મહિલા પોલીસ ઈન્સપેક્ટર અને અન્ય પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. અત્યારે બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને લઈ જઈ તેમના વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.