સરકારી સ્કૂલના નળ ચોરતા મંત્રીથી લઇને જગત જમાદારોની બેઠકો સુધી, સંક્ષિપ્તમાં જુઓ દુનિયાના તમામ સમાચાર


  • Published By :
  • Published Date : 2023-05-22 21:00:09

1.PM મોદીને ફિજીનું સર્વોચ્ચ સન્માન એનાયત


ફિજીના વડાપ્રધાને PM મોદીને દેશના સર્વોચ્ચ સન્માન કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફીજી એનાયત થયો છે.. જાપાનમાં G-7સમિટ અને ક્વાડ બેઠકમાં હાજરી આપ્યા બાદ પાપુઆ ન્યુ  ગીની પહોંચ્યા હતા..જે બાદ પેસિફિક ક્ષેત્રો એટલે કે પ્રશાંત મહાસાગરમાં જેટલા દેશો આવેલા છે તેમના પ્રતિનિધિઓને મળ્યા..અને વિદેશનીતિના ભાગરૂપે તેમની સાથે મિત્રતા વધારવા મુદ્દે ચર્ચા કરી.. એક વૈશ્વિક  નેતા તરીકે PM મોદીના આ પગલાને બિરદાવવા માટે તેમને ફિજી દેશનું આ સર્વોચ્ચ ખિતાબ  અપાયો છે.. 


2.  આગમાં 20 વિદ્યાર્થિનીઓના મોત


દક્ષિણ અમેરિકાના દેશ ગયાનાના મહિદા શહેરમાં એક ગર્લ્સ હોસ્ટેલમાં આગની  દુર્ઘટના  સર્જાઇ  છે.. આ દુર્ઘટનામાં  20 વિદ્યાર્થીનીઓના મોત થયા છે.. આગ  લાગવાનું કારણ હજુ બહાર આવ્યું નથી પરંતુ જ્યારે આગ  લાગી  ત્યારે વિદ્યાર્થીનીઓ ઉંઘી રહી  હતી..જેથી અનેક વિદ્યાર્થીનીઓને ઇજા પહોંચી છે..  અને મૃત્યુઆંક હજુ પણ વધવાની શક્યતાઓ છે.. ગયાનાના રાષ્ટ્રપતિ ઈરફાન અલીએ તેને ભયાનક અને દર્દનાક અકસ્માત ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે 'ખરાબ હવામાનને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલી આવી રહી છે. અમે હોસ્ટેલમાં ફસાયેલા લોકોને વહેલી તકે બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.'


3. અફઘાનિસ્તાનમાં હેલિકોપ્ટર ક્રેશ, 2 પાઇલટના મોત


અફઘાનિસ્તાનમાં એક મોટી વિમાન દુર્ઘટના થઇ છે... અફઘાનિસ્તાનના સમંગાન પ્રાંતમાં વાયુસેનાનું હેલિકોપ્ટર પેટ્રોલિંગ કરી રહ્યું હતું..તે દરમિયાન ટેક્નીકલ ખામી સર્જાઇ હતી..જેને કારણે તે ક્રેશ થઇને તૂટી પડ્યું હતું..  આ દુર્ઘટનામાં બંને પાઇલટના મૃત્યુ થયા છે.. હેલિકોપ્ટરમાં શેને લીધે ટેક્નિકલ ખામી સર્જાઇ તેનું કારણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી..પરંતુ અફઘાનીસ્તાનમાં જ્યારથી તાલિબાનોએ કબજો મેળવ્યો ત્યારથી વાયુસેનાના હેલિકોપ્ટરોના દુર્ઘટનાગ્રસ્ત થવાની ઘટનાઓ વધી છે.. 


 4.ઈટાલીમાં વિનાશક પૂર, 36 હજાર લોકોનું સ્થળાંતર 


ઇટાલીમાં આવેલા વિનાશક પૂરમાં અત્યાર સુધી 14 લોકોના મોત થયા છે..  ઇટાલીના પ્રાઇમ મિનિસ્ટર જ્યોર્જીયા મેલોનીએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને રાહતકાર્યોનું નિરીક્ષણ કર્યું હતું.. ઇટાલીના એમિલીયા રોમાગ્નામાંથી આશરે 36 હજાર લોકોનું સ્થળાંતર  કરવામાં આવ્યું છે..ઇટાલીના હવામાન નિષ્ણાતો કહીરહ્યા છે કે ચોમાસાના 6 મહિનામાં જેટલો વરસાદ પડતો હોય છે તે ફક્ત 36 કલાકની અંદર પડી ગયો છે.. અતિવૃષ્ટિથી ઇટાલીમાં પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.. ઇટાલીમાં મુખ્યત્વે ફળોની અને અનાજની ખેતી થાય  છે જે પૂરના કારણે સંપૂર્ણપણે ધોવાઇ ગયો છે..  


5. લેટ પડ્યા તો મીટિંગ કેન્સલ


જાપાનના હીરોશીમામાં G-7 સમિટ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદોમીર ઝેલેન્સ્કી મોડા  પડ્યા  તો બ્રાઝિલના રાષ્ટ્ર્પતિએ તેમની સાથેની બેઠક રદ કરી દીધી.. બ્રાઝિલના  રાષ્ટ્ર્પતિ લુલા ડી સિલ્વાએ મીડિયાને જણાવ્યું કે બપોરે 3 વાગે તેમની વચ્ચે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઇને મુલાકાત હતી..  જેમાં તેમણે ઝેલેન્સ્કીની રાહ  જોઇ અને તેમને પછીથી માહિતી મળી કે તેઓ મોડા પડ્યા  છે..  આ ઘટના બાદ બ્રાઝિલના રાષ્ટ્ર્પતિએ પોતે ખૂબ જ નાારાજ થયા હોવાનું નિવેદન  આપ્યું હતું


6. બાખમુત કબજામાં લેવાયાનો રશિયાનો દાવો, યુક્રેનનો નનૈયો


વર્ષ 2022થી ચાલીરહેલા રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં અત્યાર  સુધીમાં રશિયાએ યુક્રેનના 7 શહેરો પર કબજો મેળવી લીધો છે.. અને હવે રશિયાની ખાનગી સેના- વેગનર ગ્રુપે દાવો કર્યો છે કે તેમણે યુક્રેનના બાખ્મુત શહેર પર કબજો કરી લીધો છે... બીબીસીના અહેવાલ મુજબ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સેનાને અભિનંદન પાઠવ્યા છે. યુક્રેને પહેલા આ દાવાને ફગાવી દીધો હતો.. અને હવે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ નિવેદન આપ્યું છે કે બાખ્મુત શહેરમાં કંઈ બચ્યું નથી, શહેર સંપૂર્ણપણે નાશ પામ્યું છે...


7. મંદીગ્રસ્ત અમેરિકા યુક્રેનને કરશે મદદ!


યુએસના પ્રમુખ જો બાઈડને યુક્રેન માટે નવા સહાય પેકેજની જાહેરાત કરી છે... જે અંતર્ગત અમેરિકા યુક્રેનને 375 મિલિયન ડોલરની સહાય  રકમ ચૂકવશે.. જો બાઇડને નિવેદન આપ્યું હતું કે રશિયા સામેના યુદ્ધ દરમિયાન યુક્રેનને મજબૂત કરવા માટે અમેરિકા જરૂરી તમામ  પગલા લેશે.. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ જો બાઇડનનો આભાર માન્યો હતો..


8. ઇર્ષ્યાની આગમાં ભડકે બળતું પાકિસ્તાન!


જમ્મુ કાશ્મીરમાં યોજાયેલી G-20 બેઠકથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે..  પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોએ  G-20ના બહાને ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. બિલાવલ ભુટ્ટોએ વિવાદિત નિવેદન આપ્યું છે કે જ્યારથી ભારતે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો પાછો ખેંચ્યો છે ત્યારથી બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા છે. આ બેઠક યોજીને કાશ્મીરના અવાજને દબાવવાનો પ્રયાસ થઇ રહ્યો.. યુએનના ઠરાવોને નકારીને ભારત વિશ્વમાં મહત્વની ભૂમિકા ભજવી શકે નહીં..


9.અરેરે.. બીજું કંઇ નહિને સ્કૂલના નળ ચોર્યા?


વાત પાકિસ્તાનની જો થઇ રહી છે તો ત્યાના એક સમાચાર પર પણ નજર ફેરવી લઇએ.. પાકિસ્તાનમાં પૂર્વ કેબીનેટ મંત્રી ફવાદ ચૌધરી આમતો પહેલેથી જ પાકિસ્તાનમાં હિંસા ભડકાવવાના આરોપને કારણે ચર્ચામાં છે.. ત્યાં તેમની સામે વધુ એક વિચિત્ર આરોપ લાગ્યો છે..  સ્કૂલોમાંથી નળ અને વીજળીના વાયરો ચોરી કરવાનો..પાકિસ્તાનના મુલતાનની એક સરકારી શાળામાં પાણીની પાઇપ અને નળ ચોરવાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે.. આ કેસની લાહોર  હાઇકોર્ટમાં સુનાવણી પણ હાથ ધરાશે.


10. કયા દેશના વડાપ્રધાન થયા કોરોનાગ્રસ્ત?


સિંગાપોરના વડાપ્રધાન લી શેન લૂંગ કોરોનાગ્રસ્ત થયા છે.. તેમણે સોશિયલ  મીડિયામાં પોસ્ટ કરીને આ વિશે માહિતી આપી હતી.. ડોક્ટરોએ તેમને આઇસોલેટ થવાની સલાહ આપી હોવાનું પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું..  તેઓ હાલમાં જ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયા હતા..જ્યાંથી પરત ફરતી વખતે તેમની તબિયત બગડી હતી.. અને કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ તેનો રિપોર્ટ  પોઝિટિવ  આવ્યો હતો..



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.