20 માર્ચના રોજ ઉજવાય છે વિશ્વ ચકલી દિવસ, જાણો શા માટે આ દિવસ ઉજવવાની ફરજ ઉભી થઈ!


  • Published By :
  • Published Date : 2023-03-20 16:51:31

સમગ્ર દેશમાં 20 માર્ચે વિશ્વ ચકલી દિવસ મનાવવામાં આવે છે. ચકલીની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે ચકલી અંગે લોકો જાગૃત થાય તે માટે આ દિવસની ઉજવણી વિશ્વભરમાં કરવામાં આવતી હોય છે. નેચર ફોર એવર સોસાયટી અને ઈકો-સીસ એક્શન ફાઉન્ડેશનના સહયોગથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એક સમયે પૃથ્વી પરની સામાન્ય પ્રજાતિ ગણાતિ ચકલી હાલ લુપ્ત થવાને આરે છે.  


20 માર્ચે ઉજવાય છે વિશ્વ ચકલી દિવસ  

વિશ્વભરમાં અનેક દિવસોની ઉજવણી કરવામાં આવતી હોય છે. વર્લ્ડ ફોટોગ્રાફ ડે, વર્લ્ડ વુમન્સ ડે, વર્લ્ડ મેન્સ ડે સહિતના દિવસોની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે દર વર્ષે 20 માર્ચના રોજ વર્લ્ડ સ્પેરો ડેની ઉજવણી કરવામાં આવે છે. નેચર ફોરએવર સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી. આ સોસાયટી દ્વારા દર વર્ષે 20 માર્ચે વર્લ્ડ સ્પેરો ડેની ઉજવણી કરવાનું આયોજન કર્યું હતું. 


ચકલીઓની સંખ્યામાં સતત થઈ રહ્યો છે ઘટાડો   

જેમ જેમ આપણે વિજ્ઞાનમાં આગળ વધી રહ્યા છે તેમ તેમ આપણે પ્રકૃતિને પાછળ છોડી રહ્યા છીએ તેવું લાગી રહ્યું છે. દિવસેને દિવસે અનેક વસ્તુઓ તેમજ જાતિઓ લુપ્ત થઈ રહી છે. એક સમય હતો જ્યારે ચકલીઓના અવાજથી લોકોની સવાર પડતી હતી પરંતુ આજ કાલ ચકલીની પ્રજાતિ લુપ્ત થઈ રહી છે. એક સમયે સૌથી વધારે દેખાતી ચકલી આજે શોધવા પર પણ નથી મળતી. ચકલીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 


લોકો ચકલીને લઈ જાગૃત થાય તે બન્યુ જરૂરી 

ત્યારે ચકલીના સંરક્ષણને લઈ લોકો જાગૃત થાય તે માટે સમગ્ર વિશ્વમાં 20 માર્ચના રોજ વર્લ્ડ સ્પેરો ડેની ઉજવણી કરવામાં આવે છે. શહેરીકરણ થવાને કારણે સમગ્ર વિશ્વમાંથી ધીમે ધીમે ઓછી થવા લાગી છે. પહેલા એવો સમય હતો કે કોઈના ઘરમાં ચકલીનો  માળો જોવા મળતો હતો. પરંતુ હવે તો ચકલીઓ જ ઓછી જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં ચકલીને પોતાનું અસ્તીત્વ ટકાવી રાખવું મુશ્કેલ બન્યો છે. ત્યારે જે ચકલીઓ બચી છે તેને બચાવી રાખવું મહત્વનું છે. જો આપણે હમણાં આ પરિસ્થિતિને લઈ જાગૃત નહીં થાય તો એવી પરિસ્થિતિનું નિર્માણ થશે કે આવનારી પેઢીને ફોટામાં ચકલી શું હોય તે બતાવવું પડશે.   


અનેક કારણોસર લુપ્ત થઈ રહી છે ચકલી 

નાનકડી દેખાતી ચકલી વિશ્વના અનેક જગ્યાઓ પર જોવા મળતી હોય છે. પરંતુ આ ચકલી જંગલમાં નહીં પરંતુ ફોટોમાં સચવાયેલી હોય તેવું લાગી રહ્યું છે. ચકલીની સંખ્યા સતત ઘટતી જઈ રહી છે. જો ઘટતી ચકલીઓના કારણોની વાત કરીએ તો શહેરીકરણ થવાને કારણે વૃક્ષો કપાઈ રહ્યા છે. જેને કારણે પક્ષીઓ માળો બનાવી શકતા નથી. ઉપરાંત મકાનો પણ કોંક્રિટના થઈ રહ્યા છે. જેને કારણે ચકલીઓને ધાબું મળતું નથી. ત્યારે આપણે જે ચકલીઓ બચી છે તેની રક્ષા કેવી રીતે કરવી તે અંગે વિચારણા કરવી પડશે.        




ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."