જૂનાગઢમાં વણસી પરિસ્થિતિ! દરગાહ બહાર ડિમોલીશનની નોટિસ ચોંટાડાતા લોકો અને પોલીસ વચ્ચે થયું ઘર્ષણ, પોલીસે કર્યો બળપ્રયોગ,જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-17 15:30:42

જૂનાગઢના મજેવડી ગેઈટ પાસે આવેલી દરગાહને ડિમોલીશન માટે 16 જૂને નોટિસ પાઠવવામાં આવી હતી. જ્યારે પોલીસ દરગાહ બહાર નોટિસ લગાવવા પહોંચી ત્યારે ત્યાં હાજર લોકો ભડકી ઉઠયા. તોડફોડ કરી અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો. લોકો ઉગ્ર બની જતા પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. મજેવડી ગેઈટ પાસે આવેલી હઝરત રોશનશા પીર બાવાની દરગાહને તોડવાની નોટિસ મનપા દ્વારા આપવામાં આવી હતી. જ્યારે ડિમોલીશનની કામગીરી કરવા પોલીસ પહોંચી ત્યારે 200થી વધુ લોકો ત્યાં પહોંચ્યા હતા. પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો પરંતુ મોડી રાત્રે સ્થિતિ બેકાબુ બની હતી અને સ્થિતિ પર કાબુ મેળવવા પોલીસે બળપ્રયોગ કર્યા હતા. પોલીસ સ્ટેશન આગળ પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને તોડફોડ કરવામાં આવી હતી. 

 


પોલીસ અને લોકો વચ્ચે થયું ઘર્ષણ!

જૂનાગઢમાં પોલીસ અને લોકો સાથે ઘર્ષણ થયા હોવાના સમચાર સામે આવી રહ્યા છે. ડિમોલીશનની કાર્યવાહી કરવા જ્યારે પોલીસ મજેવડી ગેઈટ પાસે આવેલા હઝરત રોશનશા પીર બાવાની હરગાહને તોડવા ગઈ ત્યારે મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા. 200થી વધારે લોકો ત્યાં આવી પહોંચ્યા અને જ્યારે આ વાત બીજા લોકો સુધી પહોંચી તો બીજા લોકો પણ ત્યાં આવી ગયા. પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો પરંતુ મોડી રાત્રે ટોળું બેકાબુ બની ગયું હતું અને એસટી બસની તોડફોડ કરી દીધી હતી. ટોળા પર કાબુ મેળવવા પોલીસે બળનો પ્રયોગ કર્યો હતો. પરંતુ લોકો દ્વારા મોટરસાઈકલોને સળગાવી દીધી હતી. આ ઘટનામાં એક ડિવાયએસપી અને ચાર પીએસઆઈઓ ઘાયલ થયા હતા.

   


ટોળા પર કાબુ મેળવવા પોલીસે કરી લાઠીચાર્જ!

એસટી બસમાં જ્યારે તોડફોડ કરવામાં આવી હતી ત્યારે બસમાં બેઠેલા લોકોને ઈજાઓ પણ પહોંચી હતી. બસમાં બેઠેલા મુસાફરોમાં ભારે ભય જોવા મળ્યો હતો. ટોળા પર કાબુ મેળવવા પોલીસે બળજબરીનો પ્રયોગ કર્યો હતો. ટોળાએ પોલીસ પર સોડાની બોટલો, પથ્થરોથી હુમલા કર્યા હતા. પોલીસે ટોળા પણ કાબુ મેળવવા ટીયર ગેસના શેલ છોડ્યા હતા. મળતી માહિતી અનુસાર આ હિંસામાં એક વ્યક્તિનું મોત થઈ ગયું છે.    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે