વર્ષોથી ચાલતી પરંપરા તૂટી! વાવાઝોડાને કારણે દ્વારકા મંદિરની શિખરે લહેરાતી ધજા ખંડિત થઈ! ભક્તોએ કહ્યું દ્વારકાધીશે સંકટ પોતાના માથે લઇ લીધું!


  • Published By :
  • Published Date : 2023-06-14 15:07:22

બિપોરજોય વાવાઝોડું અતિપ્રચંડ રૂપ ધારણ કરી રહ્યું છે. દરિયાકિનારા પર સૌથી વધું ખતરો વાવાઝોડાને કારણે તોળાઈ રહ્યો છે. ત્યારે ભારે પવન અને વરસાદ હોવાને કારણે દ્વારકા મંદિરમાં બે ધ્વજાઓ ફરકી રહી હતી. પરંતુ હવે વાવાઝોડાની ગંભીર પરિસ્થિતિને જોતા ધજા ન ચઢાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વાવાઝોડાને કારણે 17 જૂન સુધી દ્વારકાધીશ મંદિર પર ધ્વજા નહીં ચઢે. ત્યારે ભારે પવન ફૂંકાવાને કારણે મંદિરની એક ધજા ખંડિત થઈ ગઈ છે. આજે સવારે બે ધજાઓમાંની એક ધજા ખંડિત થતાં અનેક ભક્તોની લાગણી દુભાઈ છે તો અનેક લોકોએ આને સારો સંકેત ગણવ્યો છે.

 


બે ધજામાંથી એક ધજા થઈ ખંડિત!        

બિપોરજોય વાવાઝોડાને કારણે દ્વારકામાં ભારે પવન ફૂંકાઇ રહ્યો છે.. ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જગતના નાથ ભગવાન દ્વારકાધીશ બિપોરજોય વાવાઝોડાના મહાસંકટથી આપણા રાજ્યને હેમખેમ ઉગારી લે તે માટે જગતમંદિર પર 2 ધજા એકસાથે ચડાવવામાં આવી હતી..જેની પાછળ એવી માન્યતા છે કે 2 ધજા ચડાવાઇ હોય તો ભગવાન સંકટ પોતાના માથે લઇ લે.. જો કે આજે દ્વારકામાં ભારે પવનને કારણે જે 2 ધજા ચડાવવામાં આવી હતી તેમાંની એક ધજા ખંડિત થઇ ગઇ છે. શ્રદ્ધામાં માનતા લોકો ધજા ખંડિત થવાની આ ઘટનાને એક સંકેત તરીકે ગણી રહ્યા છે. શ્રદ્ધાળુઓ માની રહ્યા છે કે ભગવાને કદાચ ખરેખર સંકટ પોતાના માથે લઇ લીધું છે. તો કેટલાક ભક્તો માગણી પણ કરી રહ્યા છે કે ધજાને હવે બદલવામાં આવે, કારણ કે દ્વારકા જગત મંદિરની ધજા ફક્ત એક કાપડ જ નથી પરંતુ કરોડો ભક્તોની આસ્થાનું પ્રતીક છે.  


17 જૂન સુધી દ્વારકા મંદિરમાં નહીં ચઢાવવામાં આવે ધજા!

સામાન્ય દિવસોમાં જગતમંદિર જે હજારો-લાખોની ભીડથી ઉભરાતું હોય છે. ત્યાં અત્યારે સન્નાટો જોવા મળી રહ્યો છે.. જો કે  આગામી 17 જૂન સુધી જગત મંદિર ઉપર એક પણ ધજા ચઢાવવામાં નહીં આવે તેવો નિર્ણય લેવાયો છે.  આ ધજા કાળિયા ઠાકોરના ચરણમાં અર્પણ કરવામાં આવશે. ઈતિહાસમાં પહેલીવાર આ ઘટના બની રહી છે કે સળંગ 5 દિવસ સુધી ધજા ચઢાવવામાં નહીં આવે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે..



ગુજરાત માટે આગામી કલાકો ભારે!

ગુજરાત પર આગામી 24 કલાક ભારે છે. કાલ સાંજ સુધીમાં બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ટકરાઈ શકે છે. આ દરમિયાન પ્રતિકલાક 150 કિલોમીટરની રફ્તારથી પવન ફૂંકાઈ શકે છે. બીજી તરફ આજે જામનગર અને દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે.દ્વારકાના દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દ્વારકામાં વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. અત્યાર સુધી દ્વારકા જિલ્લામાં લગભગ સાત હજાર લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી લઈ જઈને સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવ્યાં છે. એમ્બ્યુલન્સ, એસટી બસો, એનડીઆરએફ ટીમ, એસડીઆરએફ ટીમને ખડેપગે રખાઈ છે. જેથી કરીને પવન અને વરસાદમાં વધારો જણાય તો લોકોને પૂરતી મદદ આપી શકાય...



થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?