SBIની આ એડ જોઈ તમે હસવાનું નહીં રોકી શકો! સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો જેમાં પાંચ મિનીટની અંદર કામ થાય છે?


  • Published By :
  • Published Date : 2023-08-19 17:24:15

SBI બેન્કનું નામ આપણા કાનમાં પડે ત્યારે આપણને એક જ વિચાર આવે કે અનેક ધક્કાઓ બાદ આપણું કામ થાય તો સારૂ. SBIના ખાતા ધારકો અનેક વખત બેન્ક દ્વારા આપવામાં આવતી સેવાઓની ફરિયાદ કરતા હોય છે. જેવી સર્વિસ, જેવી સુવિધાઓ પ્રાઈવેટ બેન્કોમાં મળે છે તેવી સરકારી બેન્કોમાં નથી મળતી. અનેક વખત કામ પતાયા વગર લોકોએ પાછું ફરવું પડતું હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એસબીઆઈની જૂની એડ ખૂબ વાયરલ થઈ રહી છે. એ વીડિયોને જોઈ અલગ અલગ લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

SBIમાં પાંચ મિનીટની અંદર કામ થાય છે પૂરૂ!

સોશિયલ મીડિયા પર એસબીઆઈની જૂની એડ વાયરલ થઈ રહી છે જેમાં દર્શાવવામાં આવ્યું છે કે એક કસ્ટમર આવે છે અને તેનું કામ માત્ર પાંચ મિનીટની અંદર પૂર્ણ થઈ જાય છે. પાંચ મિનીટની અંદર કામ ત્યારે પૂર્ણ થાય છે જ્યારે તેની આગળ બીજા ખાતા ધારકો ઉભા છે. એસબીઆઈની ખરી વાસ્તવિક્તા શું છે તે તો આપણે બધા જાણીએ છીએ. વાસ્તવિક્તા અને એડ એકદમ વિરોધાભાસી છે. એડને જોતા લોકો પોતાના હાસ્યને કંટ્રોલ નથી કરી શકતા. એડ જોતા લોકો કહી રહ્યા છે કે એસબીઆઈમાં જલદી કામ થવું એ અશક્ય છે. 


વીડિયો વાયરલ થતાં લોકોએ આપ્યા અલગ અલગ પ્રતિભાવ 

એડ એટલી બધી વાયરલ થઈ કે લોકો પોતાના અનુભવો શેર કરી રહ્યા છે. કોઈએ લખ્યું કે આજકાલ તો પાંચ મિનીટ આ બારીએથી પેલી બારીમાં મોકલવામાં થાય છે. કોઈએ લખ્યું કે જે ભાઈએ આ એડ બનાવી છે તેમને આજની એસબીઆઈની દશા બતાવો. તે કંટાળીના જાય તો મારું નામ બદલી દેજો. મહત્વનું છે કે એ એડને જોતા લોકોને એસબીઆઈ સાથે થયેલા અનુભવો યાદ આવી રહ્યા છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.