તથ્ય પટેલના વકીલ વિશે તમે આ નહીં જાણતા હોવ.... તથ્યને બચાવવા વકીલે આપ્યા વિચીત્ર તર્ક!


  • Published By :
  • Published Date : 2023-07-21 10:21:22

ગઈકાલે જે ઘટના અમદાવાદમાં બની તેણે બધાને હચમચાવી દીધા હતા. એક નબીરાએ રાતના અંધારામાં પોતાની ગાડી નીચે 9 લોકોને કચડી નાખ્યા હતા. આખો દિવસ બધે આ અંગે જ ચર્ચાઓ થઈ. મૃતકોના પરિવારજનોની પ્રતિક્રિયા આવી હતી જેમાં તેમનું દર્દ છલકાઈ આવ્યું હતું, પરંતુ બધાને આશ્ચર્ય તથ્ય પટેલના પિતા તેમજ તેના વકીલ દ્વારા આપેલા નિવેદન પર હતું. વકીલનું નિવેદન સાંભળીને અનેક લોકોને થયું હશે કે પોતાના ક્લાઈન્ટને બચાવવા માટે વકીલ આ હદે પણ જઈ શકે છે? વકીલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ઘટના સ્થળ પર અકસ્માત સર્જાયો તે બાદ બેરિકેટ કેમ ન લગાવ્યા? 

તથ્યના વકીલે કર્યો લૂલો બચાવ!

જે વ્યયક્તિએ 9 લોકોના જીવ લીધા તેને બચાવવા માટે વકીલ આ હદે જઈ  રહ્યા છે તે સાંભળીને ગુસ્સો આવતો હશે. એ વકીલ છે એ પોતાનું કામ કરે પણ માનવતાને છોડીને? ઘટનામાં આરોપીના વકીલ નિશાર વૈધે તો દોષનો ટોપલો સીધો જ અકસ્માત સ્થળે ઉભેલા લોકો પર ઢોળી દીધો. તેમના નિવેદનમાં એ એવું કહેતા દેખાય  કે ગાડીની સ્પીડ 160ની નહોતી, રોડની વચ્ચે થાર અને ટ્રક ઉભી હતી. લોકોનું ટોળું રોડની વચ્ચે ભેગું થયું હતું, લાઈવ ટ્રાફિક હતો અને વરસાદ પણ ચાલું હતો. પોલીસ તપાસ કરશે તેમાં હકીકત સામે આવશે. તપાસમાં બધું સામે આવશે. અમે પોલીસને સહકાર આપવા માટે તૈયાર છીએ. 

વિચીત્ર તર્ક તથ્યના પિતાએ પણ આપ્યા

જ્યારે આપણે તે ઘટનાનો વીડિયો જોઈએ ત્યારે ખ્યાલ આવે કે તથ્યની ગાડીનો જે જગ્યા પર અકસ્માત થયો, તે જગ્યાએ પહોંચીને બ્રેક મારે છે. તે છતાં પણ વકીલ લૂલો બચાવ કરતાં રહ્યા. તે કહી રહ્યા છે કે કારની સ્પીડ આટલી હતી જ નહીં અને તથ્યનો કોઈ વાંક જ નથી. જો કારની સ્પીડ ન હતી તો  લોકો 10/15 ફૂટ દૂર જઈને કઈ રીતે ઉછળ્યા અને આ બોલતા પહેલા તમારી જીભના લથડી? કે તથ્યનો કોઈ વાંક નથી જો તથ્યનો વાંક નથી તો હવા આવીને 9 લોકો પર પડી અને તેમના મૃત્યુ થયા? એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વકીલ નિશાર વૈદ્ય કિરણ પટેલના પણ વકીલ રહી ચૂક્યા છે. એટલે કાયદાની બધી છટક બારી આવડે છે આવા તર્ક માત્ર તથ્યના વકીલે જ નથી આપ્યા પરંતુ તથ્યના પિતાએ આપ્યા છે. તેના પિતાએ પણ કહ્યું કે ઘટનાની જાણ થતાં હું ઈસ્કોન બ્રિજ પર પહોંચ્યો હતો. મારા દીકરાને લોકો માર મારી રહ્યા હતા, એટલે હું તેને લઈને ત્યાંથી નીકળી ગયો હતો. તેના માથા પરથી લોહી નીકળી રહ્યું હતું. ત્યારે મને કોઈ વિચાર ન આવ્યો. તેની પાસે લાયસન્સ પણ છે. હું કોર્ટ જે કહેશે તે કરવા માટે તૈયાર છું. 

નબીરાઓને નથી કાયદાનો ડર!

જો તમારામાં તમારા બાળકોને કાબૂમાં રાખવાની તેવડ જ નથી તો કેમ એમને આટલી મોંઘી મોંઘી ગાડી આપી દો છો. આ એ માં બાપ છે જેને ક્યારેય પોતાના બાળકને કોઈના જીવની કિંમત શું હોય તે નહીં શીખવાડ્યું હોય મોટી વાત તો એ થઈ કે આખી ઘટના જે થારના અકસ્માતથી શરૂ થઈ તે થાર ચલાવનાર એક સગીર હતો. જેની ઉંમર 16 વર્ષ હતી એટલે 16 વર્ષના થાર ચલાવનાર છોકરાને કે 19 વર્ષના તથ્યને કોઈ કાયદાનો ડર નથી અને બધા કાયદા અને લોકોને તેને કચડી નાખ્યા છે!



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે