સનસેટના આવા ફોટો તમે નહીં જોયા હોય! પોતાની આવડતથી ગોધરાના યુવાને મેળવ્યું ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન


  • Published By :
  • Published Date : 2023-03-21 10:52:36

દરેક વ્યક્તિમાં અનેક ખુબીઓ રહેલી હોય છે. જો ખુબીઓ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે તો પોતાના શોખથી અનેક સિદ્ધિઓ હાંસલ કરી શકે છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં પોતાની લગન અને પોતાના ઉત્સાહને કારણે અનેક રેકોર્ડ બ્રેક કરવામાં આવતા હોય છે. આવો જ એક પ્રેરણાદાયી કિસ્સો ગોધરાના યુવાનનો સામે આવ્યો છે. ગોધરાના યુવાને ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડસમાં પોતાની સિદ્ધિ નોંધાવી છે.     


15 મિનિટમાં સનસેટના પાડ્યા 100 જેટલા ફોટો

પોતાનામાં રહેલા ટેલેન્ટને કારણે ગોધરાના યુવાને ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડસમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.  ગોધરાના બામરોલી રોડ પર આવેલી અંકુર સોસાયટીમાં રહેતા વિવેક ગોપાલ શાહે 15 મિનિટમાં 100 જેટલા સનસેટના ફોટોગ્રાફ ક્લીક કરીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. અલગ અલગ વિષયો પર ફોટોગ્રાફ ક્લિક કર્યા છે. જ્યારથી સ્કૂલમાં તે અભ્યાસ કરતો હતો ત્યારથી તેને ફોટોગ્રાફીમાં શોખ હતો. બીજા કશામાં તેનો જીવ લાગતો ન હતો. જેને લઈ નોકરી છોડી અને અમદાવાદ ખાતે શિફ્ટ થયો હતો. શોર્ટફિલમ્સ, વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી, સ્ટ્રીટ ફોટોગ્રાફી કરી હતી. 


કરેલી મહેનત વ્યર્થ નથી જતી!

દરરોજ સનસેટની ફોટોગ્રાફી કરતો હોવાથી તેણે આવી ફોટોગ્રાફીને લઈ આગળ વધવાનો નિર્ણય કર્યો. 15 મિનીટમાં 100 જેટલા સૂર્યાસ્તના ફોટો પાડી ઓનલાઈન મોકલી આપ્યા. જેનો જવાબ 20થી 25 દિવસની અંદર આવ્યો હતો. ફોટોગ્રાફીમાં કરવામાં આવેલી મહેનત રંગ લાવી અને સમગ્ર ભારતમાંથી એકમાત્ર યુવાને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન મેળવ્યું હતું. જે બાદ મેડલ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.   




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે