દેશની આઝાદીના 75 વર્ષ પછી પણ આપણી સરકાર શિક્ષણ, આરોગ્ય, કુપોષણ સહિતની પાયાની સમસ્યાઓનું નિવારણ કરી શકી નથી. કેન્દ્ર હોય કે રાજ્ય સરકાર લોકોને સુવિધાઓ આપવાના બદલે એકબીજા પર આરોપ-પ્રત્યારોપનો મારો ચલાવી મુળ સમસ્યાથી લોકોનું ધ્યાન બીજે લઈ જતી હોય છે. દેશના બિમારૂ રાજ્ય મનાતા બિહાર,મધ્યપ્રદેશ, ઓરિસ્સા, રાજસ્થાન, અને ઉત્તર પ્રદેશમાં તો લોકોની હાલત સૌથી વધુ દયનીય છે.
મધ્ય પ્રદેશના દમોહનો વીડિયો વાયરલ
મધ્ય પ્રદેશના દમોહ જિલ્લાના રનેહ ગામનો વીડિયો આજકાલ ખુબ વાયરલ થયો છે. ગામના એક યુવાન કૈલાસ અહિરવારે તેની ગર્ભવતી પત્નીને હાથલારી દ્વારા હોસ્પિટલ સુધી પહોંચાડી હતી. એેમ્બ્યુલન્સ ન મળતા તે યુવાન હાથલારી પર પત્નીને લઈ બે કિલોમીટર દુર આવેલા આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચ્યો હતો પણ ત્યાં સ્ટાફ ન હતો. જોવાની બાબત એ છે કે તે યુવાન ગર્ભવતી પત્નીને લઈ જિલ્લા રેફરલ હોસ્પિટલ પહોંચ્યો પણ ત્યાં પણ નર્સ કે ડોક્ટર ફરજ પર હાજર ન હતા. અંતે પત્નીને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ વીડિયો જોઈ લોકો રાજ્યની આરોગ્ય વ્યવસ્થા પર ફિટકાર વરસાવી રહ્યા છે.
જવાબદારો સામે કાર્યવાહી થશે?
આ ઘટના બાબતે બીએમઓ આર પી કોરીનું કહેવું છે કે આ મામલાનું સંજ્ઞાન લેવામાં આવ્યું છે. રનેહ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોણ ફરજ પર હતું તેની તપાસ કરી સરકાર કાર્યવાહી કરશે. એ પણ તપાસ કરવામાં આવશે કે તે સમયે 108 એમ્બ્યુલન્સ પર કોણ હતું. આ મામલે બે દોષિત પર કાર્યવાહી કરવામાં આવશે.
                            
                            





.jpg)








