સાબરકાંઠાના કમાલપુરમાં હાર્ટ એટેકથી યુવાનનું નિધન, હોસ્પિટલ પહોંચે તે પહેલા જ પ્રાણ પંખેરૂ ઉડી ગયું


  • Published By : Utpal Dave
  • Published Date : 2023-11-16 16:10:09

રાજ્યમાં હાર્ટ એટેકની ઘટનાઓ સતત વધારો થઈ રહ્યો છે, દરરોજ હાર્ટ એટેકથી 2-3 લોકોના મોતના સમાચાર આવતા રહે છે. સાબરકાંઠામાં પણ એક 40 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી નિધન થતાં અરેરાટી મચી ગઈ છે. મુકેશભાઈ નામના આ યુવાનને સારવાર માટે ઈડર સ્થિત હોસ્પિટલ પહોંચાડવામાં આવે તે પહેલા જ રસ્તામાં તેમનું અવસાન થયું હતું.


સવારના સમયે આવ્યો હાર્ટ એટેક


સાબરકાંઠાના ઇડર તાલુકાનાં કમાલપુરમાં રહેતા 40 વર્ષીય મુકેશભાઈ મઈભાઈ પટેલનું હાર્ટ એટેકથી મોત થયું છે. મુકેશભાઈ ગતરાત્રિએ પરિવાર સાથે ભોજન કર્યા બાદ પરિવાર સાથે થોડી ચર્ચા કર્યા બાદ સુઈ ગયા હતા. તેઓ સવારે ઉઠ્યા બાદ ચા સાથે નાસ્તો કર્યા બાદ મુકેશભાઈને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. કે સમયે પરિવારજનો તેમને સારવાર માટે તાત્કિલિક ઇડરની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જો કે તેઓ હોસ્પિટલ સુધી પહોંચે તે પહેલા જ રસ્તામાં જ મોત નિપજયું હતું. ખાનગી હોસ્પિટલના તબીબે તેમની તપાસ કર્યા બાદ મૃત જાહેર કર્યા હતા.  



પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પુત્રી સીરત કૌરે તેના પિતા પર સનસનાટીભર્યા આરોપ લગાવ્યા છે. તેણે કહ્યું છે કે મારા પિતા દારૂ પીને ગુરુદ્વારા જાય છે.

સાબરકાંઠાના હિંમતનગર નજીકના વક્તાપુરમાં હત્યાની આ હિચકારી ઘટના બની છે, અહીં બે દીકરાઓએ પોતાના જ પિતાની ધારદાર હથિયાર મારીને હત્યા કરી દીધી છે. હાલમાં હિંમતનગર ગ્રામ્ય પોલીસે આ અંગે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર , શાહરૂખ ખાન અને અજય દેવગનની મુશ્કેલી વધી છે, એક ગુટખા કંપનીને પ્રમોટ કરવા બદલ કેન્દ્ર સરકારે આ ત્રણેય અભિનેતાને નોટિસ ફટકારી છે.

સંતરામપુર પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતા ડુંગરપુરથી દાહોદ જતી એસ ટી બસમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ.83,280ના મુદ્દામાલ સાથે 8 લોકોની ધરપકડ કરી છે.