પરષોત્તમ રૂપાલા - ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે યુવરાજસિંહે સ્કેચ કર્યો શેર. સ્કેચ શેર કરતા લખ્યું....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-06 16:50:35

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ અનેક જગ્યાઓ પર થઈ રહ્યો છે.. ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. રાજકોટ ખાતે આજે મહારેલીનું આયોજન ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. હજારોની સંખ્યામાં લોકો ત્યાં આવી પહોંચ્યા છે. આ બધા વચ્ચે યુવરાજસિંહ જાડેજાએ એક સ્કેચ શેર કર્યું છે. યુવરાજસિંહે સ્કેચ શેર કરતા લખ્યું કે પોરબંદરના આર્ટિસ્ટ કરશનભાઈ ઓડેદરા દ્વારા આજની સ્થિતિને લઈ સુંદર સ્કેચ બનાવવામાં આવ્યો..

યુવરાજસિંહ જાડેજાએ સ્કેચ કર્યો શેર... 

ભારતીય જનતા પાર્ટીએ રાજકોટ લોકસભા બેઠક માટે ઉમેદવાર તરીકે પરષોત્તમ રૂપાલાની પસંદગી કરી છે.  ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું હતું જે બાદ વિવાદ છેડાઈ ગયો છે. ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલો છે અને જ માગ સમાજ દ્વારા કરવામાં આવી રહી છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટને રદ્દ કરવામાં આવે. અનેક જગ્યાઓ પર પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમદાવાદ આવ્યા છે, પરંતુ તેમની અટકાયત કરી લેવામાં આવી. આ બધા વચ્ચે યુવરાજસિંહ જાડેજાએ એક સ્કેચ શેર કર્યું છે... ત્યારે આ સ્કેચ પર તમારૂં શું માનવું છે અમને કમેન્ટમાં કહો..  



રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર બનાવાયા છે તો ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે. જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાત કરી હતી અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી હતી.

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના અમારા ચૂંટેલા અમને નડે છે..

વલસાડમાં ભાજપે ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે અનંત પટેલ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. મતદાતાઓનો મિજાજ જાણવા જમાવટ ઈલેક્શન યાત્રા ધરમપુર પહોંચી હતી..