Rajasthan Paper Leak મામલે PM Modiએ આપેલા નિવેદન પર Yuvrajsinhએ પૂછ્યા PMને પ્રશ્ન, કહ્યું : ગુજરાતમાં કેમ ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં આવી જાય છે બીજેપીના નેતાઓ ??


  • Published By :
  • Published Date : 2023-10-03 10:33:48

રાજસ્થાનના પ્રવાસે ગઈકાલે પીએમ મોદી હતા. રાજસ્થાનમાં આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી. પોતાના સંબોધનમાં તેમણે અનેક વખત કોંગ્રેસની સરકાર પર પ્રહાર કર્યા. વિવિધ વિષયો પર તેમણે વાત કરી. પરંતુ સૌથી વધારે પેપરલીક માફિયાઓ માટે કરવામાં આવેલા નિવેદને લોકોનું ધ્યાન ખેંચ્યું. પેપરલીક માફિયાઓને પાતાળથી શોધવાની વાત પીએમ મોદીએ કરી. ત્યારે પીએમ મોદીના સંબોધન પર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે સવાલ ઉઠાવ્યા છે. 

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કરી હતી પેપરલીક માફિયાઓની વાત 

રાજસ્થાનમાં પીએમ મોદીએ યુવાનોના ભવિષ્યની વાત કરી હતી. યુવાનોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તેવું પીએમ મોદીએ પોતાના સંબોધનમાં થયું હતું. ત્યારે ગુજરાતમાં પણ અનેક વખત એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેને કારણે ગુજરાતના યુવાનોનું ભવિષ્ય બગડી જાય છે. અનેક વખત પેપરફૂટવાની ઘટનાઓ સામે આવી છે. ગુજરાતમાં પેપર ફોડનાર સામે પગલાં ક્યારે લેવામાં આવશે તેવી વાત, તેવા પ્રશ્નો યુવરાજસિંહ દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા. 

યુવરાજસિંહે પીએમ મોદીને પૂછ્યા પ્રશ્ન 

સોશિયલ મીડિયા પર યુવરાજસિંહે પીએમ મોદીના ભાષણ પર પ્રતિક્રિયા આપી હતી. એક વીડિયો તેમણે શેર કર્યો હતો જેમાં તેઓ પીએમ મોદીને પ્રશ્ન પૂછી રહ્યા છે કે શું ગુજરાતના યુવાનો પારકા છે?  રાજસ્થાનના પેપરલીક ઘટના દેખાય છે તો ગુજરાતની કેમ નહી ? રાજસ્થાન ભાજપ ઉપર ભરોસો રાખી યુવાનો પાસે આપ વોટ માંગી રહ્યા છો તો ગુજરાતમાં તો છેલ્લા ૩૦ વર્ષ થી યુવાનોએ ભાજપ ઉપર ભરોસો રાખ્યો છે ત્યારે આ જ *#ભરોસા_ની_ભેંસે_પાડો_જણ્યો* છે ત્યાં કેમ ચૂપ છો ? અનેક પ્રશ્નો પૂછી યુવરાજસિંહ જાડેજાએ સરકારને ઘેરવાનો તેમજ પીએમ મોદીને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે