Gyan Sahayak નાબુદ કરાવવા સમાજને Yuvrajsinhએ કરી આ અપીલ, દાંડી યાત્રા 2.0 તો પૂર્ણ થઈ પરંતુ એનું પરિણામ શું આવ્યું?


  • Published By :
  • Published Date : 2023-10-23 13:37:15

ગુજરાતમાં ભાવિ શિક્ષકો આંદોલન કરી રહ્યા છે. કાયમી ભરતી કરવામાં આવે તેવી ટેટ-ટાટ પાસ ઉમેદવારોની માગ છે. કરાર આધારીત ભરતીને નાબુદ કરવામાં આવે તે માટે તેઓ લડત લડી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ આ આંદોલનના સમર્થનમાં આવી છે. જ્ઞાન સહાયક રદ્દ કરવામાં આવે તે માટે દાંડી યાત્રા 2.0નું આયોજન કર્યું. 20 ઓક્ટોબરે તે યાત્રા સમાપ્ત થઈ ગઈ, ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉમેદવારોએ વિરોધ કર્યો હતો અને તે દરમિયાન તેઓ આક્રામક દેખાયા હતા. યુવરાજસિંહ, ચૈતર વસાવા સહિતના નેતાઓએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યો હતા. યુવા અધિકાર યાત્રા તો સમાપ્ત થઈ પરંતુ પરિણામ કંઈ ન  આવ્યું તેવું લાગી રહ્યું છે. છેલ્લા બે દિવસથી સમાજને આગળ આવવા માટે યુવરાજસિંહ આહ્વાહન કરી રહ્યા છે.

સમાજને આગળ આવવા યુવરાજસિંહે કરી અપીલ 

જ્ઞાન સહાયક રદ્દ કરવામાં આવે તે માટે ઉમેદવારો આંદોલન ચલાવી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે તેઓ લડત લડી રહ્યા છે. દાંડી યાત્રા 2.0નું સફળતા પૂર્વક આયોજન કર્યું પરંતુ આ યાત્રા પોતાના ઉપદેશ્યમાં સફળ નથી તેવું કહેવાઈ રહ્યું છે. જ્ઞાન સહાયક રદ્દ કરવા અંગે સરકાર વિચારણા કરી રહી હોય તેવું નથી લાગી રહ્યું. આ બધા વચ્ચે યુવરાજસિંહે ટ્વટિ કર્યું છે જેમાં તેમણે સમાજે હવે આ શિક્ષણ વ્યવસ્થા બચાવવા આગળ આવવું પડશે. દરેક સમાજના લોકોએ આગળ આવવું પડશે અને જ્ઞાન સહાયક રદ્દ કરાવવા મદદ કરવી જોઈએ. બાળકોના સારા ભવિષ્ય માટે દરેક સમાજે પોતાનું યોગદાન આપવું જ જોઈએ.    


 દાંડી યાત્રા 2.0નું કઈ ન આવ્યું પરિણામ?

શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ટેટ-ટાટ  પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. ઉમેદવારોને રાજકીય પાર્ટી દ્વારા સમર્થન મળ્યું, આમ આદમી પાર્ટીએ તેમજ કોંગ્રેસે આને લઈ તેમણે રેલી કાઢી, દાંડી યાત્રા 2.0 નું આયોજન કર્યું. એ યાત્રાને સારો જનપ્રતિસાદ પણ મળ્યો પરંતુ યાત્રા પૂર્ણ થયા બાદ સરકારના પેટનું પાણી પણ ન હલ્યું હોય તેવું લાગે છે. સરકાર પોતાના નિર્ણય પર મક્કમ હોય તેવું લાગે છે. ત્યારે યુવરાજસિંહે સમાજને આગળ આવવા માટે આહ્વાહન કર્યું છે. ટ્વિટ કરતા યુવરાજસિંહે લખ્યું કે બાળકોના સારા ભવિષ્ય માટે દરેક સમાજએ પોતાનું યોગદાન આપવું જ જોઈએ. ત્યારે પ્રશ્નએ થાય કે આ યાત્રા નિષ્ફળ ગઈ?  




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.