ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કૉડ લાગુ કરવા માટે કમિટી બનશે


  • Published By :
  • Published Date : 2022-10-29 17:19:24

ગુજરાત ચૂંટણી નજીક જ છે ત્યારે ભાજપ સરકારે કોમન સિવિલ કૉડ માટે કમિટીની બનાવવાની જાહેરાત કરી દીધી છે. ગુજરાત સરકારે કેબિનેટની બેઠકમાં નિર્ણય લઈ પત્રકાર પરિષદ કરી હતી. સમાન નાગરિક સંહિતા એટલે એક એવો કાયદો જેમાં તમામ ધર્મોના નિયમો સરખા હશે.  


ટૂંક સમયમાં કમિટી બનાવવામાં આવશે

કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા પરશોત્તમ રૂપાલાએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે ટૂંક સમયમાં ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કૉડ લાગુ કરવા માટે કમિટી બનાવવામાં આવશે. આ કમિટી ગુજરાત હાઈકોર્ટના નિવૃત ન્યાયમૂર્તિની અધ્યક્ષતામાં બનાવવામાં આવશે. ગુજરાત કેબિનેટે નિર્ણય લેવા માટે મુખ્યમંત્રીને અધિકાર આપી દીધો છે માટે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમગ્ર મામલે નિર્ણય લેશે. કમિટી ક્યારે બનાવવામાં આવશે તે મામલે ટૂંક સમયમાં જાહેરાત કરી દેવામાં આવશે. હાલ પરશોત્તમ રુપાલાએ જણાવ્યું હતું કે કમિટી ક્યારે બનશે તે હાલ નક્કી નથી પરંતુ ઓછામાં ઓછા ચાર લોકોનો કમિટીની અંદર સમાવેશ કરવામાં આવશે. 


યુનિફોર્મ સિવિલ કૉડના ભાજપે શું ફાયદા ગણાવ્યા?

કેન્દ્ર સરકારમાં મંત્રી પરશોત્તમ રુપાલાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સમાન નાગરિક સંહિતા લાગુ થશે તો જ્ઞાતિ, જાતિ, ધર્મ આધારિત વિસંગતતાઓ દૂર થશે. આનાથી સામાજિક સદભાવનાઓ વધશે. મહિલાઓને લગતા કાયદા ધાર્મિક રીતે સમાન થવાથી અને સાંસ્કૃતિક અને આધ્યાત્મિક રક્ષણ માટે આ કાયદો મદદરૂપ થશે. જમીન, સંપત્તિ, વારસાઈ, દાન, લગ્ન, છૂટાછેડા જેવી બાબતોમાં સમાનતા લાગુ થશે. એટલે કે તમામ ધર્મોમાં લગ્ન, છૂટાછેડા, વારસાઈ અને બાળક દત્તક લેવાના નિયમો સરખા હશે. કોઈ ધર્મોમાં અલગ કાયદાઓ નહીં હોય તમામ ધર્મો એક જ કાયદાને માનશે. 


UCC મામલે થોડું ઈતિહાસમાં ડોકિયું કરી લઈએ

યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સતત 1948થી પ્રયત્નો ચાલી રહ્યા છે. બીએન રાવ કમિટીએ વર્ષ 1941માં સમાન સિવિલ કાયદો લાવવા ભલામણ કરી હતી. આ કમિટીએ બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતાની સમિતિને સોંપવામાં આવ્યો હતો. ત્યાર બાદથી સમાન નાગરિક સંહિતાનો નિર્ણય ટળ્યો હતો. ત્યાર બાદ 1985, 1995, 1997 અને 2015માં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારોને યુનિફોર્મ સિવિલ કૉડ લાગુ કરવા માટે વિચાર કરવા કહ્યું હતું. ગોવામાં 1961થી કોમન સિવિલ કૉડ લાગુ છે જ્યારે ઉત્તરાખંડમાં પણ પુષ્કરસિંહ ધામી સરકારે સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે નિર્ણય લીધો છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે