માતર વિધાનસભા ક્ષેત્ર પર ભાજપનો કબજો, મહિપતસિંહ ચૌહાણ કેમ મેળ પાડશે?


  • Published By :
  • Published Date : 2022-11-01 18:19:07

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી સિવાય કોઈ પક્ષે હજુ ઉમેદવારો જાહેર નથી કર્યા. આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની આઠમી લિસ્ટ જાહેર કરી છે. આમ આદમી પાર્ટીએ માતર વિધાનસભા ક્ષેત્ર પર મહિપતસિંહ ચૌહાણને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. 


માતર વિધાનસભા પર ભાજપનું પ્રભુત્વ 

હાલના કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ માતર વિધાનસભા ક્ષેત્રથી આવે છે. દેવુસિંહ ચૌહાણનો માતર વિધાનસભા ક્ષેત્ર પર સારો દબદબો છે. 2002માં રાકેશ એડવોકેટ અને ત્યાર બાદ 2007થી 2014 સુધી દેવુસિંહ ચૌહાણ માતર વિધાનસભા ક્ષેત્રથી ચૂંટાઈ આવ્યા હતા. 2014 અને 2017થી માતર સીટ પર કેસરીસિંહ સોલંકી ધારાસભ્ય છે. 2002થી અત્યાર સુધી ભાજપના જ ધારાસભ્યો આ વિધાનસભા ક્ષેત્ર પરથી ચૂંટાઈ આવ્યા છે હવે આ વખતે કોંગ્રેસ કયો રાજકીય દાવ રમશે તે જોવાનું રહેશે. આમ આદમી પાર્ટીએ મહિપતસિંહ ચૌહાણને પોતાના ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે જ્યારે મહિપતસિંહ ચૌહાણ ખંભાત પરથી પણ દાવેદારીની માગ કરી રહ્યા છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ કેસરીસિંહને ટિકિટ આપે કે નહીં તે ચર્ચાનો વિષય છે કારણ કે કેસરીસિંહના સમયાંતરે મોટા વિવાદો બહાર આવતા રહે છે. 


માતરના આવા કંઈક રાજકીય સમીકરણો છે

માતર વિધાનસભા ક્ષેત્ર પર ભાજપ 2002થી છે. આ વિધાનસભા ક્ષેત્રમાં ક્ષત્રિય મતદારો વધારે છે, ત્યાર બાદ મુસ્લીમ અને પટેલ સમાજના મતદારો છે. કુલ 2 લાખ 26 હજાર મતદારોમાંથી ચાળીસ ટકા જેટલા મતદારો ક્ષત્રિય છે જ્યારે અનુસૂચિત જાતિના લોકો 5 ટકા જેટલા છે. આથી આમ આદમી પાર્ટીએ મહિપતસિંહ જાડેજાને પોતાના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે અને મહિપતસિંહ જાડેજાના સમાજ સેવાના કામો પણ સ્થાનિક લોકો દ્વારા વખાણવામાં આવ્યા છે.  ભાજપનો આ વિધાનસભા ક્ષેત્રમાં સારો દબદબો છે જ્યારે કોંગ્રેસ પણ પોતાની રીતના પ્રયાસો કરી રહી છે. 


આ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મહિપતસિંહ ચૌહાણને મોકો આપ્યો છે પરંતુ ભાજપ અને કોંગ્રેસ કોને મોકો આપશે તે હવે જોવાનું રહેશે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે