વધતા અકસ્માત પગલે અમદાવાદ પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 12:00:57


અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધતો જાય છે. અને વાહનોની સંખ્યા પણ વધતી જાય છે. સરકારે લોકોને ટ્રાફિકની ઝંઝટમાંથી મુક્ત કરવા ઓવરબ્રિજ અને અંડરબ્રિજ પણ બનાવ્યાં છે અને વધુ બ્રિજનું કામ ચાલુ છે. ત્યારે શહેરમાં છેલ્લા 19 મહિનામાં અકસ્માતના 622 કેસો નોંધાયા છે. શહેરમાં અકસ્માતોની સંખ્યા ઓછી કરવા માટે પોલીસે હવે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. શહેરમાં હવે અકસ્માતોની સંખ્યા વધતાં કાર માટે વધુમાં વધુ 70 કિ.મી અને ટુ-વ્હીલર્સ માટે 60 કિ.મીની સ્પીડ નક્કી કરવામાં આવી છે. શહેરના મુખ્ય રસ્તાઓ પર હવે પોલીસ સ્પીડ ગનની મદદથી કાર્યવાહી કરશે.



પોલીસએ કાર્યવાહી શરૂ કરી દીધી છે 

અમદાવાદમાં SG અને SP રિંગરોડ પર સૌથી વધુ અકસ્માતો સર્જાય છે જેનું કારણ છે ઓવર સ્પીડ શહેર પોલીસે હવેથી વાહનો ચલાવવા માટે એક સ્પીડ નક્કી કરી દીધી છે. એટલે કે હવેથી શહેરમાં ઓવર સ્પીડમાં વાહન ચલાવનારા વાહનચાલકો વિરૂદ્ધ શહેર પોલીસ કાર્યવાહી કરશે. દિવસ રાત અમદાવાદના માર્ગ હંમેશા વાહનોની ચહલ-પહેલથી ધમધમતા રહે છે. અમદાવાદમાં માર્ગ અકસ્માતની સંખ્યામાં પણ ચિંતાજનક રીતે ઉછાળો આવ્યો છે. અમદાવાદના માર્ગો પર અકસ્માતોની સંખ્યા પણ એટલી જ વધી રહી છે.


પોલીસ E- મેમો આપશે !!!

શહેર ટ્રાફિક વિભાગ અમુક વિસ્તારોના હોટ સ્પોટ અંગે સ્ટડિ કરી રહ્યા છે જૂન માસમાં 39 અકસ્માત થયા હતા. જેમાં 40 લોકોના મોત થયા છે. તેમજ જુલાઈમાં અકસ્માતના 41 બનાવમાં 41 લોકો મોતને ભેટયા છે. અકસ્માતો પાછળ ઓવર સ્પીડ મુખ્યકારણ હોવાનું સામે આવી રહ્યું છે. માર્ગ અકસ્માતનો સૌથી વધુ ભોગ રાહદારીઓ અને ટૂ વ્હીલર ચાલકો વધુ બની રહ્યાં છે. ઓવરસ્પીડિંગના બનાવો પર નિયંત્રણ મેળવવા માટે પોલીસ E-મેમોનો સહારો પણ લઇ રહી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે