અમેરિકાના 'ચાણક્ય' હેનરી કિસિંજરનું 100 વર્ષની વયે નિધન, તેમને શા માટે કહેવાય છે ભારતના દુશ્મન-1?


  • Published By :
  • Published Date : 2023-11-30 16:10:22

અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી અને અમેરિકાના ચાણક્ય તરીકે જાણીતા હેનરી કિસિન્જરનું 100 વર્ષની વયે નિધન થયું છે. તેમણે 30 નવેમ્બરે અમેરિકાના કનેક્ટિકટ સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધો હતો.. હેનરી કિસિન્જરએ અમેરિકાના બે પ્રમુખ રિચર્ડ નિક્સન અને ગેરાલ્ડ ફોર્ડના કાર્યકાળમાં રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અને વિદેશ મંત્રી તરીકે સેવા આપી હતી. તેમણે 27 મેના રોજ તેમનો 100મો જન્મ દિન મનાવ્યો હતો. હેનરી કિસિન્જર આધુનિક અમેરિકાના ઈતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ હતા. જો કે તેઓ ભારત માટે હંમેશા વિલન રહ્યા હતા. ભારત પ્રત્યે ધૃણા રાખનારા કિસિન્જરે વર્ષ 1971માં પાકિસ્તાનનું સમર્થન કર્યું હતું અને પ્રમુખ રિચાર્ડ નિક્સનને ભારત વિરૂધ્ધ ઉશ્કેર્યા હતા.


કોણ હતા હેનરી કિસિંજર?


હેનરી કિસિંજરનો જન્મ 1923માં જર્મનીમાં થયો હતો. તેઓ 1938માં અમેરિકા આવ્યા હતા. 1943 માં, તેઓ અમેરિકન નાગરિક બન્યા અને ત્રણ વર્ષ સુધી અમેરિકન સેનામાં સેવા આપી હતી. આ સિવાય તેણે કાઉન્ટર ઈન્ટેલિજન્સ કોર્પ્સમાં પણ કામ કર્યું હતું. સ્નાતક, માસ્ટર્સ અને પીએચડીની ડિગ્રી મેળવ્યા પછી, તેઓ હાર્વર્ડમાં આંતરરાષ્ટ્રીય સંબંધો પર લેક્ચર આપતા હતા. 1969 માં, તત્કાલીન રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સન તેમને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કર્યા હતા. આ પોસ્ટ તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી. રિચાર્ડ નિકસનની સરકારમાં સેક્રેટરી ઓફ સ્ટેટ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હતા. તેઓ બંને હોદ્દા એક સાથે સંભાળતા હતા.


ભારતના દુશ્મન-1?  


વર્ષ 1971માં ભારત-પાકિસ્તાન યુધ્ધ વખતે અમેરિકાએ પાકિસ્તાનના સમર્થનમાં નેવીનું યુએસએસ એન્ટરપ્રાઈઝ સહિત 7માં બેડાને અનેક યુધ્ધ જહાજો સાથે બંગાળની ખાડીમાં રવાના કર્યો હતો. જો કે  તે યુધ્ધ જહાજ ઢાકાથી હજાર કિમીના અંતરે હતા અને ધીરે-ધીરે આગળ વધી રહ્યો હતો. જો કે આ દરમિયાન સોવિયેત રશિયાએ પણ ભારતના સમર્થનમાં તેના નૌકા કાફલાને લીલીઝંડી આપી દીધી હતી. પરિસ્થિતી એવી સર્જાઈ કે અમેરિકાએ યુધ્ધમાં દખલ દેવાના બદલે પીછેહઠ કરી હતી. 



ઈન્દિરા ગાંધીને ડરાવવાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો


હેનરી કિસિંજર ઇચ્છતા હતા કે 1971માં ભારતીય સેના પૂર્વ પાકિસ્તાનમાં દખલ ન કરે.આવી સ્થિતિમાં તેમણે ઈન્દિરા ગાંધી પર દબાણ લાવવાની કોશિશ શરૂ કરી. કિસિંજરના કહેવા પર રિચર્ડ નિક્સને ઈન્દિરા ગાંધીનું અપમાન કર્યું અને તેમને મળવા માટે લાંબો સમય રાહ જોવી પડી. આ પછી મીટિંગમાં પણ નિક્સને ઈન્દિરા ગાંધી સાથે ખૂબ જ તુમાખીથી વાત કરી અને પાકિસ્તાન પર હુમલો રોકવા માટે દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. ઈન્દિરાએ સ્પષ્ટપણે કહ્યું કે નિર્ણય બદલાશે નહીં કારણ કે પૂર્વ પાકિસ્તાનના ઘટનાક્રમના કારણે ભારતમાં જે કટોકટી ઊભી થઈ છે તેના પર અમે ચૂપ રહી શકીએ નહીં. ઈન્દિરા ગાંધી અમેરિકાથી પરત ફર્યા અને ભારતીય સેનાએ પાકિસ્તાની સેના પર હુમલો કર્યો હતો.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .