સરકારના મહિલા સુરક્ષાના દાવા વચ્ચે, ફરી નિર્ભયા જેવી ઘટના


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 17:09:35


સરકાર હંમેશા મહિલા સુરક્ષાના પોકળ દાવા કરતી રહી છે પણ હકીકત એ છે કે મહિલા ના તો પેહલા સુરક્ષિત હતી ના તો અત્યારે સુરક્ષિત છે. દિવસેને દિવસે ભારતમાં બળાત્કારના કેસોમાં વધારો થઈ રહ્યો છે. લોકોની વિકૃત માનસિકતા એવી રીતે સામે આવી રહી છે કે સાંભળીને લોકોનું મન વિચલિત થઈ  જતું હોય છે. દિલ્હીનો ભયાનક નિર્ભયા કેસ હજુ પણ લોકો ભૂલ્યા નથી ત્યારે ફરી એકવખત નિર્ભયા કેસ જેવી ઘટના સામે આવી છે. રેપ કેપિટલ કહેવાતા દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદમાં એક મહિલાનું પાંચ શખ્સોએ કારમા અપહરણ કરીને બે દિવસ સુધી સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. હેવાનો એ મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં લોખંડનો સળિયો પણ નાખ્યો હતો અને આશ્રમ રોડ પાસે મહિલાને બેભાન અવસ્થામાં ફેંકી દીધી હતી 


પીડિતાની દિલ્હીની હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર 

દિલ્લી પોલીસના જણાવ્યાં અનુસાર મહિલા દિલ્હીના નંદનગરી વિસ્તારની રહેવાસી છે. તે ગાઝિયાબાદમાં તેના ભાઈના ઘરે આવી હતી. હાલ મહિલા ગંભીર હોવાથી દિલ્હીની GTB હોસ્પિટલમાં દાખલ છે.


શું પ્રોપર્ટીના કારણે આચર્યું આ કૃત્ય?

ગાઝિયાબાદના SP નિપુન અગ્રવાલે જણાવ્યું કે, આરોપીઓ મહિલાને પહેલાથી ઓળખતા હતા. તેમની વચ્ચે પ્રોપર્ટીનો વિવાદ ચાલતો હતો. જોકે આ કારણે મહિલા સાથે આ ઘટના બની છે કેમ એ હજુ તપાસનો વિષય છે. હાલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે .



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે