જુનાગઢના માર્કેટિંગ યાર્ડના કિસાન ભવનનું અમિત શાહના હસ્તે લોકાર્પણ, કાર્યક્રમમાં રાજેશ ચુડાસમાની કરાઈ બાદબાકી?


  • Published By :
  • Published Date : 2023-03-20 19:25:46

કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી અમિત શાહે જૂનાગઢ ગઇકાલે જુનાગઢના મહેમાન બન્યા હતા. તેમણે સ્થાનિક માર્કેટિંગ યાર્ડ  ખાતે નવનિર્મિત "કિસાન ભવન" નું લોકાર્પણ અને "ઓર્ગેનિક મોલ" નું ભૂમિ પૂજન કર્યું હતું, તે ઉપરાંત જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંક બિલ્ડીંગના શિલાન્યાસ કાર્યક્રમ અને પ્રાકૃતિક કૃષિ શિબિર અર્થે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. જો કે આ સમગ્ર કાર્યક્રમમાં જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા ક્યાંય દેખાયા ન હતા.


રાજેશ ચુડાસમા શા માટે ગેરહાજર?


જુનાગઢમાં આયોજીત આ મહત્વના કાર્યક્રમમાં ગીર-સોમનાથના સાંસદ રાજેશ ચુડાસમા સમગ્ર કાર્યક્રમમાં ક્યાંય જોવા મળ્યા નહોતા. જો કે આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોમાં ચણભણ થતી જોવા મળી હતી કે આત્મહત્યા કેસમાં તેમનું નામ સામે આવ્યું હોવાથી તથા આ કાર્યક્રમમાં અમિત શાહ આવતા હોવાથી તેમને દૂર રાખવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે વેરાવળના જાણીતા તબીબ ડૉ. અતુલ ચગની આત્મહત્યામાં ડૉ.ચગના પરિવારે સાંસદ રાજેશ ચુડાસમા પર ગંભીર આરોપ લગાવ્યો છે. 


રાજેશ ચુડાસમા સામે આરોપ શું છે?


ગીર-સોમનાથના ડૉક્ટર અતુલ ચગની આત્મહત્યા બાદ તેમના પરિવારે રાજેશ ચુડાસમા પર ગંભીર આરોપ લગાવ્યા છે. જેને લઈને આત્મહત્યાના 36 દિવસ બાદ રાજેશ ચુડાસમાએ પત્ર જાહેર કર્યો હતો. જેમાં ડૉ અતુલ ચગ સાથે કોઈ નાણાંકીય વ્યવહાર ન થયો હોવાનો દાવો કર્યો. સાથે જ ચુડાસમાએ નાર્કો કે લાઈવ ડિટેક્ટ ટેસ્ટની તૈયારી દર્શાવી તો બીજી તરફ અતુલ ચગના મિત્ર જલપન રૂપાપરાએ રાજેશ ચુડાસમાના પત્ર સામે સવાલ ઉઠાવ્યાં અને કહ્યું કે રાજેશ ચુડાસમાએ જે પીડીએફ બહાર પાડી તેમાં નારણ ચુડાસમાનો કેમ ઉલ્લેખ નથી. સાંસદ લાઈવ ડિટેક્ટ ટેસ્ટની વાત કરે છે પરંતુ હજી FIR જ નથી થઈ તો લાઈવ ડિટેકટ ટેસ્ટ દૂરની વાત છે..સાથે જ દાવો કર્યો કે નારણ ચુડાસમાના જે બ્લેન્ક ચેક આપ્યા છે તે સાંસદના ઓફિશિયલ કવરમાં હતા.


કાર્યક્રમમાં આ નેતાઓ રહ્યા ઉપસ્થિત


જુનાગઢમાં કિસાન ભવનનું લોકાર્પણ અને જિલ્લા સહકારી બેંકના નવા ભવનનું ખાતમુહૂર્ત આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારીયા, મેયર ગીતાબેન પરમાર, જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા, કોડીનારના ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજા, તાલાળાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ,ગીર સોમનાથ પંચાયતના પ્રમુખ રામીબેન વાજા, રાષ્ટ્રીય કૃષિ બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા, એચ આર સેન્ટ્રલ વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન બીપીનભાઈ પટેલ, સાવજ ડેરીના ચુરમેન દિનેશભાઇ ખટારીયા, પુનિતભાઈ શર્મા, ધવલભાઈ દવે તેમજ જૂનાગઢ જિલ્લા સહકારી બેંક અને APMC જૂનાગઢના હોદ્દેદારો અને ડિરેક્ટરો, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



આવતી કાલે ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થવાનું છે. લોકો મતાધિકારનો ઉપયોગ કરશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ત્યારે ગુજરાતની 25 બેઠકોના ઉમેદવારોના નામ જણાવવામાં આવ્યા છે.

ભાજપના ખેડાના ઉમેદવાર ચૌહાણ દેવુંસિંહની તસવીર સાથે ચવાણા પેકેટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે... ફોટોની સાથે સાથે એક વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ક્ષત્રાણીઓ કહી રહી છે કે અમે આ વખતે 'ચવાણા'માં વેચાવાના નથી.

ક્ષત્રિય સમાજના લોકો ભાજપના નેતાઓનો વિરોધ કરી રહ્યા છે. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા દેદાદરા ગામ પાસેથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે ક્ષત્રિય સમાજના આક્રોશનો ભોગ બનવુ પડ્યું હતું...

થોડા દિવસ પહેલા જામનગરમાં પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી. જનસભાને સંબોધે તે પહેલા જામસાહેબને મળવા માટે પીએમ મોદી ગયા હતા અને તેમણે પીએમ મોદીને પાઘડી આપી હતી. જે બાદ આ મામલે ટીકા પણ થઈ. ત્યારે હવે આ મામલે પ્રતિક્રિયા જામસાહેબ દ્વારા આપવામાં આવી છે.